Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
~
~
~
જૈન દષ્ટિએ બ્રહાચર્યવિચાર
૧૪૭ લીધે. સર્વાશે નિવૃત્તિ મેળવવા અસમર્થ વ્યક્તિઓ જેટજેટલા અંશોમાં નિવૃત્તિ સેવે તેટકેટલા અંશોમાં તેઓ જૈન છે. જે અંશોમાં નિવૃત્તિ સેવી ન શકે તે અંશેમાં પિતાની પરિસ્થિતિ પ્રમાણે વિવેકદષ્ટિથી તેઓ પ્રવૃત્તિ ગોઠવી લે; પણ એ પ્રવૃત્તિનું વિધાન જૈન શાસ્ત્ર નથી કરતું, તેનું વિધાન છે માત્ર નિવૃત્તિ છે. તેથી જૈનધર્મને વિધાનની દષ્ટિએ એકાશ્રમી કહી શકાય. તે એકાશ્રમ એટલે બ્રહ્મચર્ય અને સંન્યાસઆશ્રમના એકીકરણરૂપ ત્યાગને આશ્રમ.
આ જ કારણથી જૈનાચારના પ્રાણભૂત ગણુતાં અહિંસાદિ પાંચ મહાવતે પણ વિરમણ(નિવૃત્તિ)રૂપ છે. ગૃહસ્થના અણુવ્રતો પણુ વિરમણરૂપ છે. ફેર એટલે કે એકમાં સર્વાશે નિવૃત્તિ છે અને બીજામાં અલ્પાંશે નિવૃત્તિ છે. તે નિવૃત્તિનું મુખ્ય કેન્દ્ર અહિંસા છે. હિંસાથી સવશે નિવૃત્ત થવામાં બીજાં બધાં મહાવતે આવી જાય છે. હિંસાને “પ્રાણઘાતરૂપ અર્થ કરતાં જૈન શાસ્ત્રમાં તેનો અર્થ બહુ જ સૂક્ષ્મ અને વ્યાપક છે. બીજે કોઈ જીવ દુભાય કે નહિ, પણ મલિન વૃત્તિમાત્રથી પિતાના આત્માની શુદ્ધતા હણાય છે તે પણ હિંસા. આવી હિંસામાં દરેક જાતની સૂક્ષ્મ કે સ્થૂલ પાપવૃત્તિ આવી જાય છે. અસત્યભાષણ, અદત્તાદાન (ચૌય), અબ્રહ્મ (મિથુન અથવા કામાચાર) કે પરિગ્રહ–એ બધાંની પાછળ કાં તો અજ્ઞાન અને કાં તે લભ, ક્રોધ, કુતૂલ કે ભયાદિ મલિન વૃત્તિઓ પ્રેરક હોય છે જ. તેથી અસત્યાદિ બધી પ્રવૃત્તિઓ હિંસાત્મક જ છે. એવી હિંસાથી નિવૃત્ત થવું એ જ અહિંસાનું પાલન; અને તેવા પાલનમાં સહેજે બીજા બધા નિવૃત્તિગામી ધર્મો આવી જાય છે. જૈનધર્મ પ્રમાણે બાકીના બધા વિધિનિષેધે એ ઉક્ત અહિંસાના માત્ર પિષક અંગે જ છે.
ચેતના અને પુરુષાર્થ એ આત્માનાં મુખ્ય બળો છે. તે બળોને દુરુપયોગ અટકાવવામાં આવે તે જ તેમને સદુપયેગની દિશામાં વાળી શકાય. આ કારણથી જૈનધર્મ પ્રથમ તો દેશવિરમણ (નિષિદ્ધત્યાગ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org