Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
તપ અને પરિશાહ
૧૪૧
સાથે એને અનિવાર્ય સંબંધ છે; અને એ ધ્યાન, જ્ઞાન વગેરે રૂપ છે. મહાવીરે પાર્વાપત્યિક નિગ્રંથ પરંપરામાં ચાલ્યા આવતા બાહ્ય તપને સ્વીકાર તે કર્યો, પણ જેવા ને તેવા રૂપમાં એને સ્વીકાર ન કર્યો, બલ્ક કેટલેક અંશે પિતાના જીવન દ્વારા એમાં ઉગ્રતા લાવીને પણ એ દેહદમનને સંબંધ આત્યંતર તપની સાથે જોડી દીધો અને સાફસાફ કહી દીધું કે તપની પૂર્ણતા તે આધ્યાત્મિક શુદ્ધિની પ્રાપ્તિથી જ થઈ શકે છે. પિતાના આચરણથી પિતાના કથનને પુરવાર કરીને મહાવીરે જ્યાં એક તરફ નિગ્રંથ પરંપરામાં પહેલાંથી પ્રચલિત શુષ્ક દેહદમનમાં સુધારો કર્યો, ત્યાં બીજી તરફ બીજી શ્રમણ પરંપરાઓમાં પ્રચલિત જુદી જુદી જાતનાં દેહદમનને પણ અપૂર્ણ તપ કે મિથ્યા તપ તરીકે ઓળખાવ્યાં. તેથી એમ કહી શકાય કે તમાર્ગમાં મહાવીરનું વિશિષ્ટ અર્પણ છે, અને તે એ કે કેવળ શરીર અને દિના દમનમાં સમાઈ જતા ત૫ શબ્દના અર્થને એમણે આધ્યાત્મિક શુદ્ધિના બધાય ઉપાય સુધી વિસ્તૃત કર્યો. એટલા માટે જ જૈન આગમોનાં ઠેર ઠેર આવ્યંતર અને બાહ્ય, એમ બન્ને પ્રકારનાં તપને નિર્દેશ સાથોસાથ મળે છે.
બુદ્ધને તપની પૂર્વ પરંપરાને ત્યાગ કરીને ધ્યાન-સમાધિની પરંપરા ઉપર જ વધારે ભાર આપવો હતે; જ્યારે મહાવીરને તપની પૂર્વપરંપરાનો ત્યાગ કર્યા સિવાય, પણ, એની સાથે આધ્યાત્મિક શુદ્ધિને સંબંધ જોડીને, ધ્યાન-સમાધિના માર્ગ ઉપર ભાર આપવો હતા. બન્નેની પ્રવૃત્તિ અને પ્રરૂપણું વચ્ચે આ જ મુખ્ય અંતર છે. મહાવીરના અને એમના શિષ્યોના તપસ્વી-જીવનને જે પ્રભાવ સમકાલીન જનતા ઉપર પડતો હતો એથી વિવશ થઈને બુદ્ધને પિતાના ભિક્ષુ સંધમાં અનેક કડક નિયમે દાખલ કરવા પડ્યા, જે બૌદ્ધ ગ્રંથ વિનયપિટકને જેવાથી જાણી શકાય છે. તેમ છતાં બુદ્ધે ક્યારેય બાહ્ય - ૧. બૌદ્ધ સંધનો પરિચય પૃ૦ ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org