Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
અહિંસા
૧૨૧ એ ઈતિહાસમાં અજોડ છે. કુમારપાળની “અમારિ–ઘોષણ” એટલી જોકપ્રિય બની કે એની પછીના અનેક નિર્ચ અને એમના અનેક ગૃહસ્થ-શિષ્ય અમારિ ઘોષણાને પિતાના જીવનનું ધ્યેય બનાવીને જ કામ કરવા લાગ્યા. આચાર્ય હેમચંદ્રની પહેલાં કેટલાય નિ એ માંસ ખાનારી જાતિઓને અહિંસાની દીક્ષા આપી હતી, અને નિગ્રંથ સંધમાં એસવાલ, પિરવાળ વગેરે વર્ગોની સ્થાપના કરી હતી. શક વગેરે પરદેશી જાતિઓ પણ અહિંસાના ચેપથી બચી શકી ન હતી ! હીરવિજયસૂરિએ અકબર જેવા ભારતસમ્રાટ પાસેથી ભિક્ષા માં એટલું જ માગ્યું કે એ, હમેશાંને માટે નહીં તે છેવટે ખાસ ખાસ તિથિઓ માટે, અમારિ ઘોષણું કરે. અકબરના એ પગલે પગલે જહાંગીર વગેરે એના વંશજો ચાલ્યા. જેઓ જન્મથી જ માંસભક્ષક હતા, એવા મુગલસમ્રાટો દ્વારા અહિંસાનો આટલે ફેલાવો કરાવવો, એ આજે પણ સહેલું નથી.
આજે પણ, આપણે જોઈએ છીએ કે, જૈન સમાજ જ એ છે કે જે બની શકે ત્યાં સુધી જુદાં જુદાં ક્ષેત્રમાં થતી પશુ-પક્ષી વગેરની હિંસાને અટકાવવાનો સતત પ્રયત્ન કરતો રહે છે. આ વિશાળ દેશમાં જુદી જુદી જાતના સંસ્કારો ધરાવતી અનેક જાતિઓ પાસે પાસે રહે છે, અનેક જાતિઓ જન્મથી જ માંસભક્ષી છે; આમ છતાં
જ્યાં જુઓ ત્યાં અહિંસા તરફ તે લેકરુચિ દેખાય જ છે. મધ્યયુગમાં એવા અનેક સંતો અને ફકીર થઈ ગયા, કે જેઓએ કેવળ અહિંસા અને દયાને જ ઉપદેશ આપ્યો છે, જે ભારતના આત્મામાં અહિંસાનાં મૂળ કેટલાં ઊંડાં ગયેલાં છે એની સાક્ષી પૂરે છે.
મહાત્મા ગાંધીજીએ ભારતમાં નવજીવનના પ્રાણ ધબકતા કરવાને સંકલ્પ કર્યો તે એ કેવળ અહિંસાની ભૂમિકા ઉપર જ. જે એમને અહિંસાની ભાવનાનું આવું તૈયાર ક્ષેત્ર ન મળ્યું હતું કે તેઓ ભાગ્યે જ આટલા સફળ થયા હોત.
[દઔચિં૦ નં૦ ૨, પૃ. ૭૫-૭૮ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org