Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
તપ અને પરિષદ્ધ
૧૩૭
અને બુદ્ધના જન્મસ્થાન કપિલવસ્તુથી લઈ ને તે એમના સાધનાસ્થાન રાજગૃહી, ગયા, કાશી વગેરેમાં પાર્શ્વપત્યિક નિથ પરંપરાનું નિર્વિવાદ અસ્તિત્ત્વ અને પ્રાધાન્ય હતુ. જે સ્થાને મુદ્દે સૌથી પહેલાં ધર્મચક્રનું પ્રવ`ન કર્યું એ સારનાથ પણ કાશીને જ એક ભાગ છે; અને એ કાશી તે પાર્શ્વનાથની જન્મભૂમિ તથા તપોભૂમિ હતી, સાધના વખતે મુદ્દની સાથે જે બીજા પાંચ ભિક્ષુઓ હતા તે મુદ્દને ત્યાગ કરીને સારનાથ -સિપત્તનમાં જ રહીને તપસ્યા કરતા હતા. એ પાંચ ભિક્ષુએ નિથ પરંપરાના જ અનુગામી હાય ! નવાઈ નહીં, એ ગમે તેમ હાય, પણ મુદ્દે નિગ્રંથ-તપસ્યાનુ, ભલે થાડા વખત માટે પણુ, આચરણ કર્યું હતું, એમાં કાઈ શંકાને સ્થાન નથી; અને એ તપસ્યા પાર્શ્વપત્યિક નિથ પરંપરાની જ હોઈ શકે. આથી આપણે એમ માની શકીએ છીએ કે સાતપુત્ર મહાવીર પહેલાં પણ નિગ્રંથ પર ંપરાનું સ્વરૂપ તપસ્યાપ્રધાન જ હતું.
ઉપરની ચર્ચા ઉપરથી નિથ પર ંપરાની તપસ્યા અંગે ઐતિહાસિક દૃષ્ટિએ એટલું પુરવાર થઈ શકે છે કે એછામાં એછુ પાર્શ્વનાથના વખતથી તા નિગ્રંથ પરપરા તપપ્રધાન હતી; અને એના તપ તરફના વલણને મહાવીરે વધારે વેગ આપ્યા હતા. અહીં આપણી સામે ઐતિહાસિક દૃષ્ટિએ એ પ્રશ્નો ઉપસ્થિત થાય છે : એક તે એ કે મુદ્દે વારવાર નિ થ-તપસ્યાએનું ખંડન કર્યું છે એ કેટલે અંશે સાચુ છે અને એના ખંડનને આધાર શું છે? અને બીજો પ્રશ્ન એ કે મહાવીરે પહેલાંથી પ્રચલિત નિગ્રંથ-તપસ્યામાં વિશેષતા લાવવાના કાઈ પ્રયત્ન કર્યાં હતા કે નહીં, અને કર્યાં હતા તે શે ?
બુદ્ધે કરેલ ખ`ડનના ખુલાસા
નિગ્ર ંથ-તપસ્યાનું ખંડન કરવાની પાછળ યુદ્ધની દૃષ્ટિ મુખ્યત્વે એવી જ હતી કે તપ એ કાયક્લેશ છે, કેવળ દેહદમન છે; એનાથી દુઃખ સહન કરવાનેા અભ્યાસ તે આગળ વધે છે, પણ એનાથી કાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org