Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૧૨૮
જૈનધર્મનો પ્રાણ
રાષ્ટ્ર વધારે સ્વસ્થ અને વધારે આબાદ. એથી ઊલટું જેટજેટલું વધારે સ્વાર્થીપણું તેટલેટલે તે સમાજ વધારે પામર અને વધારે છિન્નભિન્ન. આ રીતે આપણે સમાજ અને રાષ્ટ્રોના ઈતિહાસ ઉપરથી જે એક નિશ્ચિત પરિણામ તારવી શકીએ છીએ તે એ છે કે અહિંસા અને દયા એ બને જેટલાં આધ્યાત્મિક હિત કરનારાં તો છે તેટલાં જ તે સમાજ અને રાષ્ટ્રનાં ધારક અને પિષક તો પણ છે.
એ બને તોની જગતના કલ્યાણાર્થે એકસરખી જરૂરિયાત હોવા છતાં અહિંસા કરતાં દયા જીવનમાં લાવવી કાંઈક સહેલ છે. અંતર્દશન વિના અહિંસા જીવનમાં ઉતારી શકાતી નથી, પણ દયા તો અંતર્દર્શન વિનાના આપણું જેવા સાધારણ લકેના જીવનમાં પણ ઊતરી શકે છે.
અહિંસા નકારાત્મક હોવાથી બીજા કોઈને ત્રાસ આપવાના કાર્યથી મુક્ત થવામાં જ એ આવી જાય છે અને એમાં બહુ જ બારીકીથી વિચાર ન પણ કર્યો હોય, છતાં એનું અનુસરણ વિધિપૂર્વક શક્ય છે; જ્યારે દયાની બાબતમાં એમ નથી. એ ભાવાત્મક હોવાથી અને એના આચરણનો આધાર સંગો તેમ જ પરિસ્થિતિ ઉપર રહેલું હોવાથી એને પાળવામાં વિચાર કરે પડે છે, બહુ જ સાવધાન રહેવું પડે છે અને દેશકાળની સ્થિતિનું બહુ જ ભાન રાખવું પડે છે.
[દઅચિં૦ ભાગ ૧, પૃ. ૪૫૧-૪૫૬ ] સંથારો અને અહિંસા
હિંસાનો અર્થ છે પ્રમાદ કે રાગદેષ કે આસક્તિ. એનો ત્યાગ જ અહિંસા છે. પ્રાચીન કાળથી ચાલી આવતી આત્મઘાતની પ્રથા એને જૈન ગ્રંથાએ નિષેધ કર્યો છે. પર્વત ઉપરથી ઝંપાપાત કર, પાણીમાં ડૂબી જવું, ઝેર ખાવું વગેરે ભરવાની પ્રથાઓ પહેલાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org