Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
અહિંસા
ત્યાં પહેલી દષ્ટિ સંગ્રહ તરફ ઉદાસીન રહેવાની કે એને વિરોધ કરવાની; જ્યારે બીજી દષ્ટિમાં લોકસંગ્રહ એટલા મોટા પાયા પર કરવામાં આવ્યું છે કે જેથી એમાં આધ્યાત્મિકતા અને ભૌતિકતાની વચ્ચે સંઘર્ષ જાગતો નથી. આગમમાં અહિંસાનું નિરૂપણ
શ્રમણ પરંપરાની અહિંસા સંબંધી વિચારસરણીને એક પ્રવાહ પિતાની વિશિષ્ટ ઢબે વહેતો હતો, જે કાળક્રમે, આગળ જતાં, દીર્ધતપસ્વી ભગવાન મહાવીરના જીવનમાં ઉદાત્ત રૂપે અભિવ્યક્ત થયો. એ અભિવ્યક્તિનાં સ્પષ્ટ દર્શન આપણને આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે પ્રાચીન આગમોમાં થાય છે. અહિંસાધર્મની પ્રતિષ્ઠા તે આત્મૌપમ્યની દૃષ્ટિમાંથી જ થઈ છે. પણ ઉપર્યુક્ત આગમમાં એનું નિરૂપણ અને વિશ્લેષણ આ રીતે થયું છે –
(૧) દુઃખ અને ભયનું કારણ હોવાથી હિંસામાત્ર વજ્ય છેઃ આ છે અહિંસાના સિદ્ધાંતની ઉપપત્તિ-યુક્તિ.
(૨) હિંસાનો અર્થ કે પ્રાણુનાશક દુઃખ આપવું એવો થાય છે, તે પણ હિંસાજન્ય દોષને આધાર કેવળ પ્રમાદ અર્થાત રાગ-દ્વેષ વગેરે જ છે. જે પ્રમાદ કે આસકિત ન હોય તો કેવળ પ્રાણનાશ એ હિંસાની કટિમાં આવી નથી શકતો : આ છે અહિંસાનું વિશ્લેષણ.
(૩) વચ્ચે જીવોના કદ, એમની સંખ્યા તથા એમની ઇકિય વગેરે સંપત્તિના તારતમ્ય ઉપર હિંસાના દેશનું તારતમ્ય અવલંબિત નથી, પરંતુ એ હિંસકના પરિણામ કે એની વૃત્તિનાં તીવ્રતા-મંદતા, જાણપણુંઅજાણપણું કે બળપ્રયોગના ઓછા-વધુપણું ઉપર આધાર રાખે છે; આ થયું તાત્પર્ય.
ઉપર જણાવેલ ત્રણ બાબતો ભગવાન મહાવીરના વિચાર અને આચારમાંથી ફલિત થઈને આગમોમાં ગૂંથાઈ ગઈ છે. કોઈ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org