Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધમ ના પ્રાણ
૯૬
વિચારસરણીમાં ખાસ ભેદ હાતા જ નથી; તેમના ભેદ મુખ્યત્વે ખાદ્ય આચારને અવલખી ઊભા થયેલા અને પેાષાયેલા હોય છે; દાખલા તરીકે જૈન દર્શનની શ્વેતાંબર, દિગબર અને સ્થાનકવાસી એ ત્રણે શાખાઓ ગણાવી શકાય.
આત્માને કાઈ એક માને કે કાઈ અનેક માને, કાઈ ઈશ્વરને માને કે કાઈ ન માને ત્યાદિ તાત્ત્વિક વિચારણાને ભેદ બુદ્ધિના તરતમભાવ ઉપર નિર્ભર છે અને એ તરતમભાવ અનિવાય છે. એ જ રીતે ખાદ્ય આચાર અને નિયમેાના ભેદો બુદ્ધિ, રુચિ તેમ જ પરિસ્થિતિના ભેદમાંથી જન્મે છે. કાઈ કાશી જઈ ગંગાસ્નાન અને વિશ્વનાથના દર્શનમાં પવિત્રતા માને; કાઈ દ્દગયા અને સારનાથ જઈ યુદ્ઘના દર્શનમાં કૃતકૃત્યતા માને; કાઈ શત્રુંજયને ભેટી સફળતા માને, કાઈ મક્કા અને જેસલેમ જઈ ધન્યતા માને; એ જ રીતે કાઈ અગિયારસના તપ-ઉપવાસને અતિપવિત્ર ગણે; ખીજો કાઈ અષ્ટમી અને ચતુર્દશીના વ્રતને મહત્ત્વ આપે; કાઈ તપ ઉપર બહુ ભાર ન આપતાં દાન ઉપર આપે તે ખીજો કાઈ તપ ઉપર પણ વધારે ભાર આપે. આ રીતે પર’પરાગત ભિન્ન ભિન્ન સંસ્કારનું પેષણ અને રુચિભેદનું માનસિક વાતાવરણ અનિવાર્ય હોવાથી ખાદ્યાચાર અને પ્રવૃત્તિના ભેદ કદી ભૂસાવાને નહિ. ભેદની ઉત્પાદક અને પેષક આટલી બધી વસ્તુઓ છતાં સત્ય એવું છે કે તે ખરી રીતે ખંડિત થતુ' જ નથી. તેથી જ આપણે ઉપરની આધ્યાત્મિક વિકાસક્રમને લગતી તુલનામાં જોઈ એ છીએ કે ગમે તે રીતે, ગમે તે ભાષામાં અને ગમે તે રૂપમાં જીવનનું સત્ય એકસરખું જ બધા અનુભવી તત્ત્વજ્ઞાના અનુભવમાં પ્રગટ થયું છે.
પ્રસ્તુત વક્તવ્ય પૂરુ કરુ તે પહેલાં જૈન દર્શનની સમાન્ય એ વિશેષતાઓના ઉલ્લેખ કરી દઉં : અનેકાંત અને અહિંસા એ એ મુદ્દાઓની ચર્ચા ઉપર જ આખા જૈન સાહિત્યનું મંડાણ છે. જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org