Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૧૦૬
જૈનધર્મને પ્રાણ
કરેલ છે. અવિકાસકાળને તેઓ ઓઘદૃષ્ટિના નામથી અને વિકાસક્રમને સદ્દષ્ટિના નામથી ઓળખાવે છે. સદ્દષ્ટિના મિત્રા, તારા, બલા, દીમા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા એવા આઠ વિભાગ કરે છે. આ આઠે વિભાગોમાં ઉત્તરોત્તર વિકાસ ક્રમ વધતો જાય છે.
દૃષ્ટિ એટલે દર્શન અથવા બોધ. આના બે પ્રકાર છેઃ પહેલામાં સતશ્રદ્ધાને (તાત્ત્વિક સચિને) અભાવ હોય છે, જ્યારે બીજામાં સતશ્રદ્ધા હોય છે. પહેલો પ્રકાર ઓઘદૃષ્ટિ અને બીજો યુગદષ્ટિ કહેવાય છે. પહેલામાં આત્માનું વલણ સંસારપ્રવાહ તરફ અને બીજામાં આધ્યાત્મિક વિકાસ તરફ હોય છે. તેથી યોગદષ્ટિ એ સદ્દષ્ટિ કહેવાય છે.
જેમ સમેઘ રાત્રિ, અમેઘ રાત્રિ, સમેઘ દિવસ અને અમેધ દિવસમાં અનુક્રમે અતિમંદતમ, મંદતમ, મંદતર, અને મંદ ચાક્ષુષ જ્ઞાન હોય છે, તેમાંય ગ્રહાવિષ્ટ અને ગ્રહમુક્ત પુરુષના ભેદથી, બાળ અને તરુણ પુરુષના ભેદથી, તેમ જ વિકૃત નેત્રવાળા અને અવિકૃત નેત્રવાળા પુરુષના ભેદથી ચાક્ષુષ જ્ઞાનની અસ્પષ્ટતા કે સ્પષ્ટતા તરતમભાવે હોય છે, તેવી રીતે ઓઘદૃષ્ટિની દશામાં સંસારપ્રવાહનું વલણ છતાં આવરણના તરતમભાવે જ્ઞાન તારતમ્યવાળું હોય છે. આ ઓઘદષ્ટિ ગમે તેવી હોય તેયે તે આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ અસદ્દષ્ટિ જ છે. ત્યાર બાદ જ્યારથી આધ્યાત્મિક વિકાસનો આરંભ થાય છે, પછી ભલે તેમાં બાહ્ય જ્ઞાન ઓછું હોય છતાં, ત્યારથી સદ્દષ્ટિ શરૂ થાય છે, કારણ કે તે વખતે આત્માનું વલણ સંસારોભુખ ન રહેતાં મેક્ષમ્મુખ થઈ જાય છે.
આ સદ્દષ્ટિ (યોગદષ્ટિ)ના, વિકાસના તારતમ્ય પ્રમાણે આઠ ભેદો છે. આ આઠ ભેદોમાં ઉત્તરોત્તર બેધ અને સવિશેષ જાગૃતિ થાય છે. પહેલી મિત્રા નામક દૃષ્ટિમાં બોધ અને વીર્યનું બળ તૃણાગ્નિની
૧. જુઓ યોગદષ્ટિસમુચ્ચય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org