Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
આધ્યાત્મિક વિકાસક્રમ
મેક્ષ એટલે આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આવી પૂર્ણતા કાંઈ એકાએક પ્રાપ્ત થઈ શકતી નથી, કારણ, તેને પ્રાપ્ત કરવામાં અમુક વખત વ્યતીત કરે પડે છે, તેથી જ મોક્ષ મેળવવા માટે આધ્યાત્મિક ઉત્કાન્તિનો ક્રમ સ્વીકારવું પડે છે. તત્ત્વજિજ્ઞાસુઓના હૃદયમાં સ્વાભાવિક રીતે જ એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે આ આધ્યાત્મિક ઉત્ક્રાંતિનો ક્રમ કેવા પ્રકારનો હોય છે? આત્માની ત્રણ અવસ્થા - આધ્યામિક ઉત્ક્રાંતિના ક્રમને વિચાર આવતાં જ તેની સાથે તેના આરંભનો અને સમાપ્તિનો વિચાર આવે છે. તેનો આરંભ એ તેની પૂર્વ સીમા અને તેની સમાપ્તિ એ તેની ઉત્તર સીમા. પૂર્વ સીમાથી ઉત્તર સીમા સુધી વિકાસનો વૃદ્ધિક્રમ એ જ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિકમની મર્યાદા. તેના પહેલાંની સ્થિતિ એ આધ્યાત્મિક અવિકાસ અથવા પ્રાથમિક સંસારદશા, અને તેની પછીની સ્થિતિ એ મેક્ષ અથવા આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આ રીતે કાળની દૃષ્ટિએ સંક્ષેપમાં આત્માની અવસ્થા ત્રણ ભાગમાં વહેચાઈ જાય છે. () આધ્યાત્મિક અવિકાસ, () આધ્યાત્મિક વિકાસક્રમ, (૪) એક્ષ.
૩૪. આત્મા સ્થાયી સુખ અને પૂર્ણ જ્ઞાન માટે તલસે છે તેમ જ તે દુઃખ કે અજ્ઞાનને જરાયે પસંદ કરતા નથી. છતાં તે દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org