Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધર્મને પ્રાણ
બૂરાઈ અને અકલ્યાણથી બચી નથી શકતા. કઈ પણ માંદે માણસ અપથ્ય અને કુપથ્થથી નિવૃત્ત થવાથી જીવતો નથી રહી શકતે; સાથે જ સાથે એણે પથ્યનું સેવન પણ કરવું જ જોઈએ. જીવનને માટે શરીરમાંથી બગાડવાળા લોહીને કાઢી નાખવું જેટલું જરૂરી છે એટલું જ એની નસોમાં નવા લેહીને સંચાર કરે એ પણ જરૂરી છે. નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ
ઋષભદેવથી લઈને આજ સુધી નિવૃત્તિગામી કહેવાતી જૈન સંસ્કૃતિ પણ કઈને કઈ રીતે જીવિત રહી છે, તે એક માત્ર નિવૃત્તિના બળ ઉપર નહીં, કિંતુ કલ્યાણકારી પ્રવૃત્તિને આધારે. જે પ્રવર્તકધમી બ્રાહ્મણોએ નિવૃત્તિમાર્ગનાં સુંદર તને અપનાવીને એક વ્યાપક, કલ્યાણકારી, એવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું કે જે ગીતામાં સજીવન બનીને આજે નવા ઉપયોગી સ્વરૂપમાં ગાંધીજી દ્વારા ફરી પોતાનું સંસ્કરણ કરી રહી છે, તે નિવૃત્તિલક્ષી જૈન સંસ્કૃતિ પણ કલ્યાણલક્ષી જરૂરી પ્રવૃત્તિનો આધાર લઈને જ અત્યારની બદલાયેલી પરિસ્થિતિમાં જીવિત રહી શકશે. જૈન સંસ્કૃતિમાં તત્વજ્ઞાન અને આચારના જે મૂળ નિયમો છે, અને એ જે આદર્શોને આજ લગી પિતાની પૂંજી માની રહેલ છે, એને આધારે એ પ્રવૃત્તિનો એવો મંગલકારી યોગ સાધી શકે છે કે જે બધાને માટે કલ્યાણકાર થાય.
જૈન પરંપરામાં પહેલું સ્થાન છે ત્યાગીઓનું અને બીજું છે ગૃહસ્થનું. ત્યાગીઓને પાંચ મહાવ્રત સ્વીકારવાની જે આજ્ઞા છે તે વધારેમાં વધારે સદ્ગણોમાં પ્રવૃત્તિ કરવાની કે સદ્ગણપષક પ્રવૃત્તિને માટે શક્તિ પેદા કરવાની પ્રાથમિક શરત માત્ર છે. હિંસા, અસત્ય, ચેરી, પરિગ્રહ વગેરે દેથી બચ્યા વિના સગુણમાં પ્રવૃત્તિ થઈ જ નથી શક્તી. અને સગુણપોષક પ્રવૃત્તિને જીવનમાં સ્થાન આપ્યા વિના હિંસા વગેરેથી બચી જવું, એ પણ સર્વથા અસંભવ છે. જે વ્યક્તિમાં સાર્વભૌમ મહાવ્રતને સ્વીકારવાની શક્તિ ન હોય એને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org