Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈન તત્ત્વજ્ઞાન
૮૭
બાહ્ય તેમ જ આંતરિક સ્વરૂપના સામાન્ય અને વ્યાપક નિયમનું રહસ્ય શોધી કાઢવું. ત-વિજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ
જેમ કેાઈ એક મનુષ્યવ્યક્તિ પ્રથમથી જ પૂર્ણ નથી હોતી, પણ તે બાલ્ય આદિ જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થવા સાથે જ પિતાના અનુભવો વધારી અનુક્રમે પૂર્ણતાની દિશામાં આગળ વધે છે, તેમ મનુષ્યજાતિ વિશે પણ છે. મનુષ્યજાતિને પણ બાલ્ય આદિ ક્રમિક અવસ્થાઓ અપેક્ષાવિશેષે હોય જ છે. તેનું જીવન વ્યક્તિના જીવન કરતાં ઘણું જ લાંબું અને વિશાળ હોઈ તેની બાલ્ય વગેરે અવસ્થાઓને સમય પણ તેટલે જ લબે હેય તે સ્વાભાવિક છે. મનુષ્ય જાતિ જ્યારે કુદરતને ખોળે આવી અને તેણે પ્રથમ બાહ્ય વિશ્વ તરફ આંખ ખોલી ત્યારે તેની સામે અદ્ભુત અને ચમત્કારી વસ્તુઓ તેમ જ બનાવો ઉપસ્થિત થયાં. એક બાજુ સૂર્ય, ચંદ્ર અને અગણિત તારામંડળ અને બીજી બાજુ સમુદ્ર, પર્વત અને વિશાળ નદી પ્રવાહ તેમ જ મેઘગર્જનાઓ અને વિદ્યુચમત્કાએ તેનું ધ્યાન ખેંચ્યું. મનુષ્યનું ભાનસ આ બધા સ્થલ પદાર્થોના સૂક્ષ્મ ચિંતનમાં પ્રવૃત્ત થયું અને તેને એ વિશે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા. જેમ મનુષ્યમાનસને બાહ્ય વિશ્વના ગૂઢ તેમ જ અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે અને તેના સામાન્ય નિયમો વિશે વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા, તેમ તેને આંતરિક વિશ્વના ગૂઢ અને અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે પણ વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા. આ પ્રશ્નોની ઉત્પત્તિ તે જ તત્વજ્ઞાનની ઉત્પત્તિનું પ્રથમ પગથિયું એ પ્રશ્નો ગમે તેટલા હેય અને કાળક્રમે તેમાંથી બીજા મુખ્ય અને ઉપપ્રશ્નો પણ ગમે તેટલા જન્મ્યા હોય, છતાં એકંદર આ બધા પ્રશ્નોને ટૂંકમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. તાવિક પ્રશ્નો . દેખીતી રીતે સતત પરિવર્તન પામતું આ બાહ્ય વિશ્વ કયારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org