Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈન સંસ્કૃતિનું હૃદય
૭૭ માટે ભયાનક યુદ્ધ શરૂ થયું. છેવટે હૃદયુદ્ધ દ્વારા નિકાલ લાવવાને નિશ્ચય થયો. ભરતને પ્રચંડ પ્રહાર નિષ્ફળ ગયે. જ્યારે બાહુબલીને વારો આવ્યો અને ભરત કરતાં વધારે શક્તિશાળી બાહુબલીને એમ લાગ્યું કે મારા મુષ્ટિપ્રહારથી ભારતની અવશ્ય દુર્દશા થશે, ત્યારે એણે ભાઈ ઉપર વિજય મેળવવાની પળને પિતાની જાત ઉપર વિજય મેળવવામાં ફેરવી નાખી. એણે એમ વિચાર્યું કે રાજ્યને માટે યુદ્ધમાં વિજય મેળવવો અને વેર-પ્રતિવેરનાં અને કુટુંબકલેશનાં બી વાવવાં એના કરતાં સાચે વિજય અહંકાર અને તૃષ્ણા ઉપર વિજય મેળવવામાં જ છે. એણે પોતાના બાહુબળને ઉપગ ક્રોધ અને અભિમાન ઉપર જ કર્યો, અને અવૈરથી વૈરને પ્રતિકાર કરવાને જીવંત દાખલ બેસાડ્યો. પરિણામ એ આવ્યું કે અંતે ભરતને લેભ અને ગર્વ પણ ખંડિત થઈ ગયો.
એક સમય એવો હતો કે જ્યારે કેવળ ક્ષત્રિયોમાં જ નહીં, બધાય વર્ગોમાં માંસ ખાવાની પ્રથા હતી. રોજબ-રોજના ભોજન માટે, સામાજિક ઉત્સવોમાં, ધાર્મિક અનુષ્ઠાને અવસરે પશુ-પક્ષીઓને વધ એવો જ પ્રચલિત અને પ્રતિષ્ઠિત હતા કે જેથી આજે નારિયેળ અને ફળોની ભેટ. એ યુગમાં યદુનંદન નેમિકુમારે એક અજબ પગલું ભર્યું. એમણે પોતાના લગ્ન વખતે ભેજન માટે કતલ કરવામાં આવનાર નિર્દોષ પશુ-પક્ષીઓની વેદનાભરી મૂક વાણીથી કવિત થઈને નિશ્ચય કર્યો કે જેમાં નિર્દોષ પશુ-પક્ષીઓને બિનજરૂરી વધ થતો હોય એવા લગ્નથી સર્યું ! આવો ગંભીર નિશ્ચય કરીને તેઓ, કાઈની વાત કાને ધર્યા વિના, જાનમાંથી તરત જ પાછા ફરી ગયા. અને દ્વારકાથી સીધા ગિરનાર પર્વત ઉપર જઈને એમણે તપસ્યા આદરી. કુમાર અવસ્થામાં જ રાજપુત્રીને ત્યાગ કરીને અને ધ્યાન-તપનો માર્ગ અપનાવીને એમણે એ લાંબા સમયથી પ્રચલિત પશુ-પક્ષી-વધની પ્રથા ઉપર, પિતાની જાતના દાખલા ઉપરથી, એટલે સખ્ત પ્રહાર કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org