Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
७६
જૈનધર્મને પ્રાણ જૈન પરંપરાના આદર્શ
જૈન સંસ્કૃતિના હૃદયને સમજવા માટે આપણે ડાક એ આદર્શોને પરિચય કરવો પડશે, જે પહેલાંથી આજ સુધી જૈન પરંપરામાં એકસરખી રીતે માન્ય છે અને પૂજાય છે. જેના પર પરાની સામે સૌથી પ્રાચીન આદર્શ ઋષભદેવ અને એમના પરિવારને છે. ઋષભદેવે પિતાના જીવનનો સૌથી મોટો ભાગ, પ્રજાપાલનની જવાબદારીની સાથે બીજી જે જવાબદારીઓ એમના માથે આવી પડી હતી, એને બુદ્ધિપૂર્વક અદા કરવામાં વિતાવ્યો હતો. તેઓએ એ સમયના સાવ અભણ લેકેને લખતાં-વાંચતાં શીખવ્યું. કશા કામધધ નહીં જાણનારા વનવાસીઓને એમણે ખેતીવાડી તથા સુતાર, કુંભાર વગેરેના જીવનોપયોગી ધંધા શીખવ્યા. અંદર અંદર કેવી રીતે વર્તવું, કેવી રીતે નિયમનું પાલન કરવું, એ પણ એમણે શીખવ્યું. પછી જ્યારે એમને લાગ્યું કે મોટો પુત્ર ભરત પ્રજાનું શાસન કરવાની બધી જવાબદારીઓ અદા કરી શકશે, ત્યારે રાજ્યનો ભાર એને સોંપીને તેઓ ઊંડા આધ્યાત્મિક પ્રશ્નોની છણાવટ કરવાને માટે ઉગ્ર તપસ્વી બનીને ઘેરથી ચાલી નીકળ્યા.
ઋષભદેવની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી નામે હતી. એ યુગમાં બહેન-ભાઈ વચ્ચે લગ્નની પ્રથા પ્રચલિત હતી. સુંદરીએ આ પ્રથાનો વિરોધ કર્યો, અને પિતાની સૌમ્ય તપસ્યાથી ભાઈ ભરત ઉપર એ પ્રભાવ પાડ્યો કે જેથી ભારતે સુંદરીની સાથે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો એટલું જ નહીં બલ્ક, એ એનો ભક્ત બની ગયો. અદના યમ-યમીસૂક્તમાં ભાઈ યમે યમીની લગ્નની માગણીને અસ્વીકાર કર્યો, જ્યારે બહેન સુંદરીએ ભાઈભરતની લગ્નની માગણને તપસ્યામાં ફેરવી દીધી. આના ફળરૂપે ભાઈ-બહેનના લગ્નની પ્રતિષ્ઠિત પ્રથા નાબૂદ થઈ ગઈ.
ઋષભદેવના ભરત અને બાહુબલી નામે પુત્રો વચ્ચે રાજ્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org