Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈન સંસ્કૃતિનું હૃદય
નિર્તક ધર્મના પ્રભાવ અને વિકાસ
એમ લાગે છે કે જ્યારે પ્રવક ધર્માંના અનુયાયી વૈદિક આર્યોં આ દેશમાં પહેલવહેલાં આવ્યા ત્યારે પણ આ દેશમાં કયાંક ને કયાંક, એક યા બીજે રૂપે, નિવ`ક ધર્મ પ્રચલિત હતા. શરૂઆતમાં આ એ ધર્માંસંસ્થાના વિચારા વચ્ચે સારા એવેશ સંધ થયા, પણ નિવ્રત ક ધર્માંના ગણ્યાગાંઠયા સાચા અનુગામીઓની તપસ્યા, ધ્યાનપતિ અને અસગચર્માં [ –અનાસક્ત આચરણ ]ને જે પ્રભાવ સાધારણ જનસમૂહ ઉપર ધીમે ધીમે વધતા જતા હતા, એણે પ્રવર્તક ધર્માંના કેટલાક અનુયાયીઓને પણ પાતા તરફ આકર્ષ્યા, અને નિવ`ક ધર્મની સંસ્થાઆને અનેક રૂપે વિકાસ થવા શરૂ થયા. અંતે આનુ અસરકારક પરિણામ એ આવ્યું કે પ્રવર્તક ધર્મના આધારરૂપ જે બ્રહ્મચર્ય અને ગૃહસ્થ, એમ એ આશ્રમે માનવામાં આવતા હતા એના સ્થાને પ્રવત ક ધર્મના પુરસ્કર્તાઓએ પહેલાં તે વાનપ્રસ્થ સહિત ત્રણ અને પાછળથી સંન્યાસ સહિત ચાર આશ્રમને જીવનમાં સ્થાન આપ્યું. નિવ ક ધર્માંની અનેક સંસ્થાઓના વધતા જતા લાકવ્યાપી પ્રભાવને કારણે પ્રવતક ધર્મોનુયાયી બ્રાહ્મણા એટલે સુધી માનવા લાગ્યા કે ગૃહસ્થાશ્રમ સેવ્યા વગર પણ, સીધેસીધા બ્રહ્મચર્યાશ્રમમાંથી જ પ્રવ્રજ્યા સ્વીકારવાના મા` પણ ન્યાયયુક્ત છે. આ રીતે જીવનમાં પ્રવર્તક ધા જે સમન્વય સ્થિર થયા, એનું મૂળ આપણે દાર્શનિક સાહિત્ય અને પ્રજાજીવનમાં આજે પણ જોઈએ છીએ.
સમન્વય અને સંધર્ષે
જે તત્ત્વજ્ઞ ઋષિઓ પ્રવર્તક ધર્મના અનુયાયી બ્રાહ્મણેાના વંશજો હોવા છતાં નિવ`ક ધર્મને પૂરેપૂરા અપનાવી ચૂકયા હતા, એમણે પેાતાના ચિ ંતન અને જીવન દ્વારા નિવ`ક ધર્મનું મહત્ત્વ પ્રગટ કર્યું; આમ છતાં એમણે પેાતાની પૈતૃક સંપત્તિરૂપ પ્રવક ધર્માં અને એના આધારરૂપ વેદેશના પ્રામાણ્યને માન્ય રાખ્યું. ન્યાય-વૈશેષિક દર્શનના
Jain Education International
૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org