Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા
૫૯ નિષ્કર્ષ ઉપર પહોંચી શકીએ છીએ –
(૧) મહાવીરની પહેલાં, ઓછામાં ઓછું પાર્શ્વનાથના સમયથી શરૂ કરીને, નિગ્રંથ પરંપરામાં ચાર મહાવ્રતની જ પ્રથા હતી, જેને ભગવાન મહાવીરે ક્યારેક ને ક્યારેક બદલી, અને પાંચ મહાવ્રતરૂપે એને વિકાસ કર્યો. એ જ વિકસિત રૂ૫ અત્યાર સુધીના બધાય જૈન ફિરકાઓમાં નિર્વિવાદ રૂપે માન્ય છે, અને ચાર મહાવ્રતની પ્રાચીન પ્રથા માત્ર ગ્રંથમાં જ સચવાઈ રહી છે.
(૨) ખુદ બુદ્ધ અને એમના સમકાલીન કે ઉત્તરકાલીન બધાય ભિક્ષુઓ નિર્ચથ પરંપરાને કેવળ ચાર મહાવ્રતધારી જ માનતા હતા અને મહાવીરના પંચ મહાવ્રત સંબંધી આંતરિક સુધારાથી તેઓ અપરિચિત હતા. જે વાત બુદ્દે એકવાર કહી અને જે સામાન્ય જનતામાં પ્રસિદ્ધ થઈ, એને જ તેઓ પિતાની રચનાઓમાં ફરી ફરી કહેતા ગયા.
બુદ્ધ પિતાના સંધને માટે મુખ્ય પાંચ શીલ કે વ્રત દર્શાવ્યાં છે, જે સંખ્યાની દષ્ટિએ તે નિગ્રંથ પરંપરાના યમ સાથે મળતાં છે, પણ બન્ને વચ્ચે થોડું અંતર છે. આ અંતર એ છે કે નિગ્રંથ પરંપરામાં પાંચમું વ્રત અપરિગ્રહ છે, જ્યારે બૌદ્ધ પરંપરામાં મદ્ય વગેરેના ત્યાગ એ પાંચમું શીલ છે.
જેકે બૌદ્ધ ગ્રંથમાં ઠેકઠેકાણે ચતુર્યામને નિર્દેશ આવે છે, પણ મૂળ પિટકોમાં તથા એની અકથાઓમાં ચતુર્યામને જે અર્થ કરવામાં આવ્યું છે તે ખેટ તથા અસ્પષ્ટ છે. આમ કેમ થયું હશે ?–એવો પ્રશ્ન થયા વિના નથી રહેતું. નિગ્રંથ પરંપરા જેવી પિતાની પાડોશી, સમકાલીન અને અતિપ્રસિદ્ધ પરંપરાના ચાર યામના સંબંધમાં બૌદ્ધ ગ્રંથકારો આટલા અજ્ઞાત કે અસ્પષ્ટ હોય એ જોઈને શરૂ શરૂમાં તે નવાઈ લાગે છે, પણ જ્યારે આપણે સાંપ્રદાયિક સ્થિતિને વિચાર
૧. દીપનિકાય સુ૨. દીઘનિકાય સુમંગલા ટીકા ૫૦ ૧૬૭.
Jain Education International
For Private & Personal Use Only
FO! '
www.jainelibrary.org