Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધર્મનો પ્રાણ
વિચારમાં સામ્યદૃષ્ટિની ભાવના ઉપર જે ભાર આપવામાં આવ્યો છે એમાંથી જ અનેકાંતદષ્ટિ કે વિભજ્યવાદને જન્મ થયો છે. કેવળ પિતાની દૃષ્ટિ કે વિચારસરણીને જ પૂર્ણ અંતિમ સત્યરૂપ માનીને એનો આગ્રહ રાખવો, તેથી સામ્યદૃષ્ટિને ઘાત થાય છે. તેથી કહેવામાં આવ્યું છે કે બીજાઓની દષ્ટિનો પણ એટલે જ આદર કરવો જોઈએ કે જેટલે પોતાની દૃષ્ટિનો. આ સામ્યદષ્ટિ જ અનેકાંતવાદની ભૂમિકા છે. આ ભૂમિકામાંથી જ ભાષાપ્રધાન સ્યાદાદ અને વિચારપ્રધાન નયવાદન ક્રમે ક્રમે વિકાસ થયો છે. એવું નથી કે બીજી પરંપરાઓમાં અનેકાંતદષ્ટિને સ્થાન જ નથી. મીમાંસક અને કપિલદર્શન–સાંખ્યદર્શન ઉપરાંત ન્યાયદર્શનમાં પણ અનેકાંતવાદનું સ્થાન છે. બુદ્ધ ભગવાનનો વિભજ્યવાદ અને મધ્યમમાર્ગ પણ અનેકાંતદષ્ટિનાં જ ફળ છે, આમ છતાં જૈન પરંપરાઓ જેમ અહિંસા ઉપર ઘણો વધારે ભાર આપ્યો છે, એ જ રીતે એણે અનેકાંતદષ્ટિ ઉપર પણ ઘણું વધારે ભાર દીધું છે. તેથી જૈન પરંપરામાં આચાર કે વિચારને એવો કોઈ વિષય દેખાતો નથી કે જેની સાથે અનેકાંતદષ્ટિ જોડવામાં ન આવી હોય અથવા જે અનેકાંતદષ્ટિની મર્યાદાથી બહાર હોય. એને લીધે જ બીજી બીજી પરંપરાઓના વિદ્વાનોએ અનેકાંતદષ્ટિને માનવા છતાં એના ઉપર સ્વતંત્ર સાહિત્યની રચના નથી કરી, જ્યારે જૈન પરંપરાના વિદ્વાનોએ એના અંગરૂપ સ્યાદ્વાદ, નયવાદ આદિના બોધક અને સમર્થક વિપુલ સ્વતંત્ર સાહિત્યનું સર્જન કર્યું છે. અહિંસા
હિંસાથી નિવૃત્ત થવું એ જ અહિંસા છે. જ્યાં લગી હિંસા કોની થાય છે, તથા હિંસા કોણ અને કયા કારણે કરે છે, અને એનું પરિણામ શું આવે છે, એ ન સમજાવાય ત્યાં લગી આ વાત પૂરેપૂરી સમજવામાં નથી આવતી. આ જ પ્રશ્નને સ્પષ્ટ રૂપે સમજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org