Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૪૮
જૈનધર્મને પ્રાણ
જૈન મત અને ઈશ્વર - જૈન પરંપરા સાંખ્યયોગ, મીમાંસક વગેરે પરંપરાઓની જેમ લકને પ્રવાહરૂપે અનાદિ અને અનંત માને છે, એ પરાણિક કે વૈશેષિક મતની જેમ એનાં ઉત્પત્તિ અને વિનાશ નથી માનતી, તેથી જેિને પરંપરામાં કર્તા-સંહર્તા રૂપે ઈશ્વર જેવી સ્વતંત્ર વ્યક્તિનું કઈ
સ્થાન જ નથી. જૈન સિદ્ધાંત કહે છે કે પ્રત્યેક જીવ પિતાપિતાની સૃષ્ટિનો પિતે જ કર્તા છે. એના સિદ્ધાંત પ્રમાણે, તાત્વિક દૃષ્ટિએ, પ્રત્યેક જીવમાં ઈશ્વરપણું રહેલું છે, જે મુક્તિના સમયે પ્રગટ થાય છે. જેનું ઈશ્વરપણું પ્રગટ થયું એ જ સાધારણ લોકોને માટે ઉપાસ્ય બની જાય છે. રોગશાસ્ત્રસંમત ઈશ્વર પણ કેવળ ઉપાસ્ય છે, કર્તા, સંહર્તા નથી, પણ જૈન અને યોગશાસ્ત્રની કલ્પનામાં અંતર છે. તે એ કે ગશાસ્ત્રસંમત ઈશ્વર સદા મુકત હોવાને લીધે બીજા પુરુષોથી જુદી કટિને છે, જ્યારે જૈનશાસ્ત્રસંમત ઈશ્વર એવો નથી. જૈનશાસ્ત્રનું કહેવું છે કે ઈશ્વરપણું પ્રયત્નસાધ્ય હોવાથી હરકોઈ ગ્ય સાધક એને મેળવી શકે છે, અને બધાય મુક્ત છે સમાનપણે ઈશ્વર રૂપે ઉપાસ્ય છે. શુતવિદ્યા અને પ્રમાણવિદ્યા
પ્રાચીન સમયના અને પોતાના સમય સુધીમાં જ્ઞાત એવા અન્ય વિચારકોના વિચારોને તેમ જ સ્વાનુભવમૂલક પિતાના વિચારને સત્યલક્ષી સંગ્રહ, એ જ મૃતવિદ્યા છે. મૃતવિદ્યાનું ધ્યેય એ છે કે સત્યસ્પર્શી કોઈ પણ વિચાર કે વિચારસરણીની અવગણના કે ઉપેક્ષા ન થાય. એને લીધે જ જૈન પરંપરાની મૃતવિદ્યા નવી નવી વિદ્યાઓના વિકાસની સાથે વિકસિત થતી રહી છે. એ કારણે જ મૃતવિદ્યામાં સંગ્રહનયરૂપે જ્યાં પહેલાં સાંખ્યસંમત સદત લેવામાં આવ્યું
ત્યાં જ બ્રહ્માતના વિચાર-વિકાસ પછી, સંગ્રહાયરૂપે બ્રભાત વિચારે પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ જ રીતે જ્યાં ઋજુસૂત્રનયરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org