Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 13
________________ જેન ચિત્રકટપદ્રુમ તે જમાનાના સમર્થ ધર્મપ્રચારક જૈન શ્રમણના સાર્વત્રિક પ્રયત્નને અંતે તેની જનસંખ્યા ચાર કરોડ સુધી પહોંચી હશે એમાં આશ્ચર્ય કે અતિશયોક્તિ જેવું કશું જ નથી. કેવળ ત્યાગમાર્ગ ઉપર પિતાની સંસ્કૃતિની ઈમારત ખડી કરનાર જૈન સંસ્કૃતિની આટલી વિશાળ જનસંખ્યા, એ ખરે જ આપણને એના પ્રભાવશાળી ધર્મપ્રણેતાઓ અને એના પ્રચારકોના નિર્મળ આંતરત્યાગ તથા તપની ઝાંખી કરાવે છે. પરંતુ સમયના વહેવા સાથે જનતાના માનસમાંથી ઉપર જણાવેલાં આંતરત્યાગ અને તપનાં માન ઓછાં થવા ઉપરાંત દાર્શનિક, ધાર્મિક અને સામાજિક સ્પર્ધા તેમ જ સંઘર્ષણ વધી પડતાં, જૈન સંસ્કૃતિને પિતાની અમિતા તથા ગૌરવને કાયમી ટકાવી રાખવા માટે પોતાનું દષ્ટિબિંદુ બદલવું પડયું અને ત્યાગમાર્ગની ઉપાસના સાથે વિજ્ઞાન, સાહિત્ય, કળા વગેરે જુદાંજુદાં ક્ષેત્રે આશ્રય લેવો પડશે. એ આશ્રય લીધા પછી જૈન સંરકૃતિએ અતિ ટૂંક સમયમાં તેના પ્રત્યેક અંગમા કેવી કેટલી અને કઈ રીતે પ્રગતિ સાધી એને લગતી નેંધ કે વર્ણન ન આપતાં, અહીં માત્ર સાધારણ જેવી જણાતી “લેખનકળાના વિષયમાં જ કાંઈક લખવાનો અમે વિચાર રાખ્યો છે; જે ઉપરથી સહેજે ખ્યાલ આવી શકશે કે એક મામૂલી જેવી લાગતી લેખનકળાના વિષયમાં પણ જૈન શ્રમણસંસ્કૃતિએ આટલો ઊંડો અને ઝીણવટભર્યો વિકાસ સાધે છે તો એ સંસ્કૃતિએ ઇતર મહત્વનાં વિજ્ઞાન, સાહિત્ય, કળા આદિનાં ક્ષેત્રમાં કેટલે પ્રચુર અને આશ્ચર્યજનક વિકાસ સાધ્યો હશે જે ક્ષેત્રે આજ સુધી બહુ જ ઓછાં ખેડાયાં છે અને જે ખેડાયાં છે તેમાં તેને વાસ્તવિક ન્યાય મળે જ નથી, જેની સાબિતી પ્રસ્તુત ગ્રંથ પૂરી પાડશે. પ્રત્યે પ્રજ્ઞાવના ચિતે–ચત્ર ચત્ર જ્ઞાનનજારિત્રા વત્સનિત તત્ર તત્ર વિશ્વમ ” વિભાગ ૩ પત્ર ૧૫, અથ–“આર્યક્ષેત્રની બહાર વિહાર કરવામાં સંયમધર્મને હાનિ પહોંચે છે માટે બહાર ન જવું. આ નિયમ ભગવાન વર્ધમાનવામિના જમાનાને લક્ષીને છે. સંકતિરાજના જમાનાથી આર્યક્ષેત્રની બહાર ક્યાં જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે ત્યાં વિહરી શકાય છે.” –એમ જણાવી સંપ્રતિરાજનું દૃષ્ટાંત આપ્યું છે તેમાં જણાવ્યું છે કે “અવન્તીપતિ રાજા સપ્રનિએ પોતાના સીમાડાના રાજાઓને બેલાવી તેમના દ્વારા તેમજ પોતાના વિશ્વાસપાત્ર ઘર્મપ્રિય સેવક દ્વારા દેશવિદેશમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો જેને પ્રતાપે જનસાધુઓઈપણ જાતની હરકતસિવાય વૈદિક સંસ્કૃતિપ્રધાન આઇ અને દ્રવિડ જેવા દૂર દેશમાં ફરી શક્યા અને જૈન ધર્મને સવિશેષ પ્રચાર કરી શકયા.” सो रायाऽवंतिवती, समणाणं सावतो सुविहियाणं । पच्चंतियरायाणो, सव्वे सदाविया तेणं ॥ ३२८३ ॥ कहिओ य तेसि धम्मो, वित्थरतो गाहिता य सम्मत्तं । अप्पाहिता य बहुसो, समणाणं भद्दगा होह ॥ ३२८४ ।। वीसज्जिया य तेणं, गमणं घोसावणं सरज्जेसु । साहूण सुहविहारा, जाता पच्चंतिया देसा ॥ ३२८७ ।। समणभडभाविएसुं, तेसू रज्जेसु एसणादीसु । साहू सुहं विहरिया, तेणं चिय भद्दगा ते उ ॥ ३२८८ ।। उदिण्णजोहाउलसिद्धसेणो, स पत्थिवो णिज्जियसत्तुसेणो । समंततो साहुसुहप्पयारे, अकासि अंधे दमिले य धोरे ॥ ३२८९ ।। મુદ્રિત વિભાગ ૩ પત્ર ૯૧૯-૨-૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 158