________________
(૬) ગુરુગતિ, (૭) પ્રણોદનગતિ અને (૮) પ્રાભાર ગતિ, તેમાં પ્રારંભની પાંચ ગતિ જીવથી સંબંધિત છે. તથા અંતિમ ત્રણ ગતિ પુદ્ગલમાં ઉપલબ્ધ હોય છે. તેમાં પરમાણુની સ્વાભાવિક ગતિને ગુરુગતિ' કહેવામાં આવે છે. પ્રેરિત કરવાથી જે ગતિ થાય છે તે પ્રણોદનગતિ' છે. તે જીવ અને પુદ્ગલ બંનેમાં સંભવ છે. પ્રાભારગતિ એક પ્રકારથી વજનમાં વધવાથી નીચે નમવાની ગતિ અથવા ગુરુત્વાકર્ષણની ગતિનો બાધક છે. આ પણ પુદ્ગલમાં જોવા મળે છે. પ્રારંભની પાંચ ગતિમાં ચાર સંસારી જીવોમાં હોય છે. પાંચમી ગતિ મુક્ત જીવમાં એક જ વાર થાય છે.
સંસારી જીવોની ચાર ગતિઓ પ્રસિદ્ધ છે - (૧) નરકગતિ, (૨) તિર્યંચગતિ, (૩) મનુષ્યગતિ અને (૪) દેવગતિ. વ્યુત્ક્રાંતિ :
જીવ એક સ્થાનથી ઉદ્વર્તન (મરણ) કરી બીજા સ્થાનમાં જન્મ ગ્રહણ કરે છે તેને વ્યુત્ક્રાંતિ' કહી શકાય છે. વ્યુત્ક્રાંતિ શબ્દ એવી વિશિષ્ટ મૃત્યુ માટે પ્રયુક્ત છે જેના અનંતર જીવ જન્મ ગ્રહણ કરે છે. આ પ્રમાણે વ્યુત્ક્રાંતિના અંતર્ગત ઉપપાત, જન્મ, ઉદવર્તન, ચ્યવન, મરણ આદિનો સમાવેશ થાય જ છે. પરંતુ આનાથી સંબંધિત વિગ્રહગતિ. સાંતર આન્સર-નિરંતર ઉદ્વર્તન, ઉપપાત વિરહ, ઉદ્વર્તન વિરહ આદિ અનેક તથ્યોનો પણ અંતર્ભાવ થઈ જાય છે. ગતિ-આગતિનું ચિંતન પણ આ પ્રમાણે વ્યુત્ક્રાંતિનો જ એક અંગ છે. સારાંશમાં કહીએ તો મરણથી લઈ જન્મગ્રહણ કરવા સુધીનું સમસ્ત ક્રિયાકલાપ વ્યુત્ક્રાંતિનું ક્ષેત્ર છે.
દ્રવ્યાનુયોગના વ્યુત્ક્રાંતિ અધ્યયનમાં ઉપર્યુક્ત વિષયવસ્તુનું વ્યાપકરૂપે વિવેચન થયું છે. ગર્ભ :
ગર્ભ અધ્યયનમાં તે જીવોના જન્મનું વિવેચન છે જે ગર્ભથી જન્મ ગ્રહણ કરે છે. એના સાથે જ આ અધ્યયનમાં વિગ્રહગતિ અને મરણનું પણ વિશદ વર્ણન થયું છે. આ અધ્યયન વ્યુત્ક્રાંતિ અધ્યયનનું પૂરક કહી શકાય.
જન્મ ત્રણ પ્રકારના થાય છે - (૧) સમૂચ્છિમ - જન્મ, (૨) ગર્ભ-જન્મ અને (૩) ઉપપાત જન્મ. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, આદિજીવોના જન્મ સમૂચ્છિમ જન્મ કહેવાય છે. દેવો અને નારકીના જન્મ માતા-પિતાના સંયોગ વગર થવાથી (ઉપપાત જન્મ' કહેવાય છે. મનુષ્ય, પશુ, પક્ષી આદિ કેટલાક જીવ એવા છે કે જેનો જન્મ ગર્ભથી જ થાય છે. ચોવીસ દંડકોમાં માત્ર બે દંડકોના જીવનો જન્મ ગર્ભથી થાય છે. તે દંડક છે - (૧) મનુષ્ય અને (૨) પંચેન્દ્રિય તિર્યચ. નરક, દશભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોનો અર્થાતુ ૧૪ દંડકોના જીવોનો જન્મ ‘ઉપપાત જન્મ થાય છે શેષ આઠ દંડકો (પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય)નો જન્મ સમૂ૭િમ જન્મ થાય છે. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયોમાં પણ કેટલાક જીવ સમુક્કિમ જન્મથી ઉત્પન્ન થાય છે.
ગર્ભગત જીવના શરીરમાં માતાના ત્રણ અંગ હોય છે - (૧) માંસ, (૨) શોણિત અને (૩) મસ્તિષ્ક, પિતાના પણ ત્રણ અંગ હોય છે – (૧) હડી, (૨) મજ્જા અને (૩) કેશ, દાઢી, મૂંછ, રોમ અને નખ. ગર્ભધારણ કેવી રીતે થાય છે તથા કેવી રીતે નહિ તેનું વિવેચન સ્થાનાંગ સૂત્રમાં થયું છે જેનો ગર્ભ અધ્યયનમાં સમાવેશ કર્યો છે.
આધુનિક યુગમાં ગર્ભધારણ કરવાના સંબંધમાં ટેસ્ટટ્યૂટ બેબી (પરખનળી શિશુ)નો આવિષ્કાર થયો છે. પરંતુ તેનાથી આગમનો કોઈ વિરોધ નથી. કયારેક-ક્યારેક બાળક સ્ત્રી, પુરુષ અને નપુંસકના રૂપમાં જન્મ ન લઈ વિચિત્ર આકૃતિ ગ્રહણ કરી લે છે. તેનો ઉલ્લેખ સ્થાનાંગ સૂત્રમાં ઉપલબ્ધ છે.'
જીવ જ્યારે એક શરીરને છોડી અન્યત્ર જન્મ ગ્રહણ કરવા માટે ગતિ કરે છે તે વિગ્રહગતિ' કહેવાય છે. વિગ્રહ ગતિમાં જીવને પ્રાયઃ એક, બે કે ત્રણ સમય લાગે છે. પરંતુ એકેન્દ્રિય જીવોને વિગ્રહગતિમાં ચાર સમય પણ લાગી જાય છે.
૧. ગતિયોના સંબંધમાં વિશેષ વિવેચન માટે ગતિ, નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ અધ્યયન (દ્રવ્યાનુયોગ
ભાગ-૩) અને તેના આમુખ દિવ્ય છે. ૨. સ્થાનાંગ સૂત્ર - ૪૪ સૂત્ર. ૩૦૭
32
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org