________________
જૈનદર્શન એક તરફ આત્માને સ્વદેહ પરિમાણ સ્વીકાર કરે છે તો બીજી તરફ સમુદ્દઘાતના સમયે આત્મપ્રદેશોનું શરીરથી બહાર નિકળી સંપૂર્ણ લોકમાં ફેલાઈ જવાની વાત પણ સ્વીકાર કરે છે. આ જૈનદર્શનની અનોખી માન્યતા છે. આગમના અનુસાર સમુદ્દઘાતના સમયે જે પુદ્દગલયુક્ત આત્મપ્રદેશ લોકમાં ફેલાય છે તે એટલા સૂક્ષ્મ હોય છે કે ઈન્દ્રિયોના માધ્યમથી તેનો અનુભવ ન કરી શકાય. વિશેષરૂપે કેવળી સમુદ્દાતના વખતે આત્મપ્રદેશ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થઈ જાય છે. પરંતુ તેનો અનુભવ છદ્મસ્થ જીવોને થતો નથી. જૈનાગમમાં પ્રતિપાદિત સમુદ્દઘાતની અવધારણા વૈજ્ઞાનિકોના માટે આશ્ચર્ય અને
શોધનો વિષય છે.
સમુદ્દાત સાત પ્રકારના હોય છે – (૧) વેદના, (૨) કષાય, (૩) મારણાન્તિક, (૪) વૈક્રિય, (૫) તૈજસ્, (૬) આહારક અને (૭) કેવળી.
વેદના અસહ્ય હોવાથી તેને સહન કરવા અથવા નિર્જરિત કરવા માટે જીવ 'વેદના સમુદ્દઘાત' કરે છે. કષાય સમુદ્દાત કષાયનો આવેગ વધવાથી થાય છે. મારણાન્તિક સમુદ્દાત દેહ-ત્યાગના સમયે થાય છે. વૈક્રિય સમુદ્દાત વૈક્રિયલબ્ધિના થવાથી અથવા ઉત્તર વૈક્રિય કરતી વખતે કરવામાં આવે છે. તૈજસ્ સમુદ્દાત તેજોલેશ્યાનો પ્રયોગ કરતી વખતે કે એવા જ અન્ય પ્રસંગમાં કરવામાં આવે છે. આહારક સમુદ્દાત ત્યારે ક૨વામાં આવે છે જ્યારે કોઈ ચૌદ પૂર્વધારી મુનિ આહા૨ક શરીરનું પુતળુ જિનેન્દ્રદેવથી વિશિષ્ટ જાણકારી માટે બહાર મોકલે છે. કેવળી સમુદ્ધાતનું પ્રયોજન ભિન્ન છે. જ્યારે કેવળીના આયુષ્યકર્મની સ્થિતિ ઓછી હોય તથા વેદનીય, ગોત્ર અને નામકર્મની સ્થિતિ વધારે હોય તો તેને સમ કરવા માટે કેવળી સમુદ્દાત કરવામાં આવે છે. કેવળી સમુદ્દાત સિવાય છહ સમુદ્દાત છદ્મસ્થોમાં જોવા મળે છે. છદ્મસ્થમાં થવાવાળા સમુદ્દઘાતોનો કાળ અસંખ્યાત સમય છે. જ્યારે કેવળી સમુદ્દઘાતનો કાળ માત્ર આઠ સમય છે.
આ સમુદ્દાતોમાંથી કેવળી સમુદ્દાત એકવાર થાય છે અને તે પણ કેવળી બન્યા પછી કોઈ-કોઈ કેવળીને થાય છે. આહારક સમુદ્દાત મનુષ્ય પર્યાયમાં એક જીવની અપેક્ષાએ અતીતમાં ઉત્કૃષ્ટ ત્રણ થયા છે તથા ભવિષ્યમાં ચારથી અધિક નહિ થાય. આ માત્ર ચૌદપૂર્વધારી મુનિને છઠ્ઠા ગુણસ્થાનમાં થાય છે. વેદના, કષાય, મારણાન્તિક, વૈક્રિય અને તૈજસ્ સમુદ્દઘાત કદાચ અસંખ્યાત તથા કદાચ અનંત સુધી થઇ શકે છે.
ચરમાચરમ :
આગમમાં જીવાદિ દ્રવ્યોનું અનેક પ્રકારે વર્ણન થયું છે. તેથી આ દ્રોની વિવિધ વિશેષતાઓ પ્રગટ થઈ છે. ચરમ અને અચરમની દૃષ્ટિ દ્વારા નિરૂપણ પણ એ જ પ્રયોજન સિદ્ધ કરે છે. ચરમનો અર્થ છે- અંતિમ અને અચરમનો અર્થ છેજે અંતિમ ન હોય તે. જીવ અને અજીવ દ્રવ્ય જે અવસ્થા-વિશેષ અથવા ભાવ-વિશેષને ફરીથી પ્રાપ્ત કરશે નહિ. તે અવસ્થા અને ભાવ-વિશેષની અપેક્ષાએ તે ચરમ અને જેને ફરીથી પ્રાપ્ત કરશે તે અપેક્ષાથી અચરમ કહેવામાં આવે છે.
ચરમ અને અચરમની દૃષ્ટિથી પદ્ભવ્યોમાંથી જીવ અને પુદ્દગલનો જ વિચાર કરવામાં આવે છે. શેષ ચાર દ્રવ્યો ધર્મ, અધર્મ, આકાશ અને કાળનો ચરમ-અચરમ સંભવ નથી. માટે આગમમાં આ ચારેના ચરમ અને અચરમનો વિચાર થયો નથી.
ચોવીસ દંડકો અને જીવ સામાન્યમાં ચરમાચરમત્વનું વર્ણન ૧૧ દ્વારોથી કરવામાં આવ્યું છે, તે ૧૧ દ્વાર એ છે - (૧) ગતિ, (૨) સ્થિતિ, (૩) ભવ, (૪) ભાષા, (૫) આનપાન, (૬) આહાર, (૭) ભાવ, (૮) વર્ણ, (૯) ગંધ, (૧૦) રસ અને (૧૧) સ્પર્શદ્વા૨. જીવ કથંચિત્ ચરમ છે અને કચિત્ અચરમ છે. જીવભાવની અપેક્ષાએ તે અચરમ છે અને નૈરિયકભાવની અપેક્ષાએ ચરમ છે. બીજી અપેક્ષાએ ૧૪ દ્વારોમાં પણ ચરમાચરમત્વનું વર્ણન થયું છે, તે ૧૪ દ્વાર એ છે(૧) જીવ, (૨) આહારક, (૩) ભવસિદ્ધિક, (૪) સંજ્ઞી, (૫) લેશ્યા, (૬) દૃષ્ટિ, (૭) સંયત, (૮) કષાય, (૯) જ્ઞાન, (૧૦) યોગ, (૧૧) ઉપયોગ, (૧૨) વેદ, (૧૩) શરીર અને (૧૪) પર્યાપ્તક દ્વાર.
અજીવ દ્રવ્યોમાંથી પુદ્દગલ દ્રવ્યનો ચરમાચરમત્વ પર વિચાર કરવામાં આવે છે. પુદ્દગલના પાંચ સંસ્થાન વર્ણિત છે(૧) પરિમંડળ, (૨) વૃત્ત, (૩) ત્રિકોણ, (૪) ચતુષ્કોણ અને (૫) આયત. પંચકોણ, ષટ્કોણ આદિનો સમાવેશ ઉપલક્ષણથી ચતુષ્કોણમાં જ થઈ જશે. એ બધા સંસ્થાન નિયમથી એકની અપેક્ષાએ અચરમ અને બહુવચનની અપેક્ષાએ ચરમ હોય છે. પરમાણુ પુદ્દગલ દ્રવ્યાદેશથી અચરમ છે તથા ક્ષેત્રાદેશ, કાળાદેશ અને ભાવાદેશથી તે ક્યારેક ચરમ છે અને ક્યારેક અચરમ છે.
Jain Education International
35
For Private & Personal Use Only
www.jainelibrary.org