________________
(૭) કર્મયુક્ત જીવને સંસારી જીવ કહેવાય છે. કારણ કે તે સંસારમાં એક ગતિથી બીજીગતિમાં પરિભ્રમણ કરે છે.'
જે જીવ પૂર્ણતઃ કર્મમુક્ત થઈ જાય છે તે 'સિદ્ધ જીવ’ કહેવાય છે. (૮) જીવના સ્વાભાવિક ગુણોનું પણ વિભિન્ન કર્મના કારણે તેના પર આવરણ થઈ જાય છે. જેમ જ્ઞાનાવરણ કર્મથી
જ્ઞાનગુણ અને દર્શનાવરણકર્મથી દર્શનગુણ ઢંકાઈ જાય છે તેમજ મોહનીય કર્મથી સમ્યકૃત્વ અને અંતરાયથી
દાનાદિ લબ્ધિઓ પ્રભાવિત થાય છે. (૯) કર્મ આઠ પ્રકારના માન્યા છે - (૧) જ્ઞાનાવરણ, (૨)દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય,
(૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. (૧૦) આ આઠ કર્મોમાંથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયએ 'ઘાતિકર્મ' કહેવાય છે. કારણ કે એ
ચારે કર્મ આત્મગુણોનો ઘાત કરે છે. શેષ ચાર કર્મ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રએ અઘાતિકર્મ' કહેવાય
છે કારણ કે તે આત્માના ગુણોનો ઘાત કરતા નથી. (૧૧) કર્મોને પાપ અને પુણ્ય કર્મોના રૂપમાં પણ વિભક્ત કરી શકાય. આઠ કર્મોમાં ચાર ધાતિકર્મ તો પાપરૂપ જ
હોય છે પરંતુ અઘાતિકર્મ પાપ અને પુણ્ય બંને પ્રકારના હોય છે, જેમકે - વેદનીય કર્મના બે ભેદોમાં શાતાવેદનીયને
પુણ્યરૂપ અને અશાતા વેદનીયને પાપરૂપ કહેવામાં આવે છે. (૧૨) કર્મના ચારરૂપ માનવામાં આવ્યા છે - (૧) પ્રકૃતિકર્મ, (૨) સ્થિતિકર્મ, (૩) અનુભવ કર્મ અને (૪) પ્રદેશક”.
બાંધેલા કર્મોના સ્વભાવને પ્રકૃતિકર્મ', તેના રહેવાની કાળાવધિને સ્થિતિકર્મ', ફળદાન-શક્તિને 'અનુભાવકર્મ”
તથા પરમાણુ-પુદ્ગલોના સંચયને પ્રદેશકશ્મ' કહેવામાં આવે છે. (૧૩) બધા પ્રકારના કર્મોનો આ ચારરૂપોથી જ બંધ થાય છે. ઉદયાદિ પણ આ ચાર રૂપોમાં થાય છે. (૧૪) કર્મ-સિદ્ધાંતમાં બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ , નિધત્ત અને નિકાચિતકરણનું મોટું
મહત્ત્વ છે. કર્મપ્રકૃતિઓનું બંધવું બંધ” કહેવાય છે. તેનું ફળ પ્રદાન કરતી વખતે પ્રગટ થવાને ઉદય' કહેવામાં આવે છે તથા ઉદયકાળના પૂર્વે જે પ્રક્રિયા થાય છે તે ઉદીરણા” કહેવાય છે. તપ આદિના માધ્યમથી કર્મોની ઉદીરણા ક્યારેક-ક્યારેક સમયના પહેલા પણ થઈ જાય છે. જ્યારે બંધાયેલા કર્મ ઉદીરણા, ઉદય આદિને પ્રાપ્ત ન થાય તો તે સત્તામાં સ્થિતિકર્મ' કહેવાય છે. જ્યારે બાંધેલા કર્મની ઉત્તરપ્રકૃતિઓની સ્થિતિ અને અનુભાવમાં વૃદ્ધિ થાય છે ત્યારે તે 'ઉત્કર્ષણ” કહેવાય છે તથા જ્યારે તેની સ્થિતિ અને અનુભાવ અલ્પ થાય છે ત્યારે તે અપકર્ષણ' કહેવાય છે. જ્યારે કર્મની ઉત્તરપ્રકૃતિ તે કર્મની અન્ય ઉત્તરપ્રકૃતિમાં પરિવર્તિત થાય છે તો તે સંક્રમણ' કહેવાય છે. જે કર્મનું ઉત્કર્ષણ અને અપકર્ષણ ન થાય તે નિધત્ત' કહેવાય છે તથા જ્યારે કર્મપ્રકૃતિઓનું સંક્રમણ
પણ ન થાય તો તે નિકાચિત્કરણ કહેવાય છે. (૧૫) કર્મ અગુરુલઘુ હોવા છતાં પણ કર્મથી જીવ વિવિધરૂપોમાં પરિણત થાય છે અને તેનું ફળ ભોગવે છે. (૧૬) જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોની ૯૭ ઉત્તર પ્રવૃતિઓ છે. બીજી અપેક્ષાએ ૧૨૨, ૧૪૮ અને ૧૫૮ ઉત્તરપ્રવૃતિઓ
પણ ગણવામાં આવે છે. તેમાં મુખ્યરૂપે નામકર્મની પ્રકૃતિઓની સંખ્યામાં અંતર આવે છે. બીજામાં નહિ. (૧૭) જ્ઞાનાવરણથી અંતરાય સુધીના બધા કર્મ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શવાળા હોય છે. (૧૮) બાંધેલા કર્મ જીવની સાથે જેટલા સમય સુધી ટકે છે તેને તેની સ્થિતિકાળ' કહેવામાં આવે છે. (૧૯) બદ્ધકર્મનો ઉદયરૂપ કે ઉદીરણારૂપ પ્રવર્તન જે કાળમાં થતું નથી તે અબાધા કે અબાધકાળ' કહેવાય છે. કર્મોના
ઉદયાભિમુખ થવાનો કાળ 'નિષેકકાળ' છે. અબાધાકાળ સામાન્યરૂપે કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિકાળના અનુપાતમાં
થાય છે. (૨૦) આત્મા જ પોતાના કર્મનો કર્તા છે. તે જ તેનો વિકર્તા છે. અર્થાત્ બંધન પણ તે જ કરે છે અને મુક્ત પણ
તે જ થાય છે.
30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org