________________
સમાવેશ કરવામાં આવે છે. આ બંનેનું વિભાજન આગમોમાં સીધી રીતે પ્રાપ્ત થતું નથી. માત્ર વ્યવહારમાં આનું પ્રચલન જોવા મળે છે.
ચાર કષાયોમાં પ્રત્યેક કષાય ચાર-ચાર પ્રકારના વર્ણિત છે. તે ચાર પ્રકાર છે - (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાનાવરણ, (૩) પ્રત્યાખ્યાનાવરણ અને (૪) સંજ્વલન. આગમોમાં એને સમજાવવા વિવિધ દૃષ્ટાંતો આપવામાં આવ્યા છે.૧ જે આ ભેદોની તીવ્રતા અને મંદતાને અભિવ્યક્ત કરે છે.
અનંતાનુબંધી આદિ પદોનો શું અભિપ્રાય છે ? આને જે જીવન વ્યવહારમાં જોઈએ તો કહી શકાય છે કે જે કષાય અનંત અનુબંધયુક્ત હોય છે, જે નિરંતર સઘન બની રહે છે તે અનંતાનુબંધી છે. અનંતાનુબંધી કષાય ચતુષ્કનો બંધ બીજા ગુણસ્થાનક સુધી થાય છે તથા ઉદય ચોથા ગુણસ્થાન સુધી હોય છે. અપ્રત્યાખ્યાનાવરણ કાયચતુષ્ક અનંતાનુબંધી કષાય ચતુષ્કથી સઘનતાની અપેક્ષાએ અલ્પ હોય છે.
કારણ કે અહિં બંધ અને ઉદય ચોથા ગુણસ્થાનક સુધી જ હોય છે. સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત હોવા છતાં પણ અપ્રત્યાખ્યાનાવરણના કારણે વિરતિ પ્રાપ્ત થતી નથી. પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કનો બંધ અને ઉદય પાંચમા ગુણસ્થાનક સુધી થાય છે. અર્થાત્ આમાં ભોગોનો પૂર્ણ ત્યાગ થતો નથી. શ્રાવક હોય ત્યાં સુધી આનો બંધ અને ઉદય રહે છે. સંજ્વલન કષાય ચતુષ્ક અતિ અલ્પ હોય છે. કારણ કે અહિં કષાયની સ્ફુરણા માત્ર જ હોય છે. સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભનો બંધ નવમાં ગુણસ્થાનક પછી થતો નથી. પણ ઉદય દશામાં ગુણસ્થાન સુધી રહે છે.
આપણને ક્રોધ, માન, માયા અને લોભનો સ્થૂળ રૂપથી અનુભવ થતો રહે છે. પરંતુ તેની સૂક્ષ્મતા અને નિરન્તરતાનો અનુભવ થતો નથી. જ્યારે આપણે આ કષાયોથી હંમેશા ઘેરાયેલા છીએ. સાધક જ્યારે ઉત્તરોત્તર સાધનામાં આગળ વધતો જાય છે ત્યારે તેને કષાયો પર વિજય પ્રાપ્ત થાય છે અને તે તેની સૂક્ષ્મતાને જાણવામાં સમર્થ હોય છે.
કર્મ :
જૈનાગમોમાં કર્મનું સૂક્ષ્મ વિવેચન વિદ્યમાન છે. કમ્મપયડિ અને કર્મગ્રંથોનું નિર્માણ પણ આગમોના આધારે થયું છે. જેમાં કર્મસિદ્ધાંતનું વ્યવસ્થિત નિરૂપણ ઉપલબ્ધ થાય છે. દિગમ્બર ગ્રંથ ષટ્યુંડાગમ અને કષાયપાહુડમાં પણ કર્મનું વિશદ વિવેચન છે. શ્વેતામ્બર આગમોમાં મુખ્યરૂપે પ્રજ્ઞાપના સૂત્ર, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિસૂત્ર અને સ્થાનાંગ સૂત્રમાં કર્મનું વિવેચન ઉપલબ્ધ થાય છે. દ્રવ્યાનુયોગના કર્મ અધ્યયનમાં કર્મનું સર્વાંગીણ વર્ણન સંક્ષેપમાં ઉપલબ્ધ છે. આગમોમાં કર્મના વિવિધ પક્ષોની ચર્ચા છે જે કર્મગ્રંથોમાં પ્રાયઃ મળતી નથી. એટલા માટે આગમોમાં વર્ણિત કર્મ-વિવેચનનું વિશેષ મહત્ત્વ છે. કર્મગ્રંથોમાં કર્મસિદ્ધાંતનું વ્યવસ્થિત પ્રતિપાદન મળે છે, જ્યારે આગમોમાં વિખરાયેલું છે એ પણ સત્ય છે. દ્રવ્યાનુયોગના કર્મ અધ્યયનમાં કર્મ સિદ્ધાંતનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
૪.
કર્મસિદ્ધાંતના સંબંધમાં જૈનદર્શનની માન્યતા અદ્ભૂત છે. તે માન્યતાઓને સંક્ષેપમાં આ પ્રમાણે જાણી શકાય - (૧) જીવ પોતાના દ્વારા કરેલા શુભાશુભ કર્મોનું ફળ સ્વયં ભોગવે છે.
(૨) કર્મોનું ફળ આપવા માટે કોઈ નિયતિ કે ઈશ્વરને માનવાની જરૂર નથી.
(૩) જીવ જે કર્મોથી બંધાય છે તે કર્મ પોતે જ સમય થતાં ફળ આપે છે.
(૪) કર્મ બે પ્રકારના છે - (૧) દ્રવ્યકર્મ અને (૨) ભાવકર્મ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ
હેતુઓથી જે કરવામાં આવે છે તે 'ભાવકર્મ' છે. કોઈ અપેક્ષાથી રાગ-દ્વેષાદિને પણ ભાવકર્મ કહેવામાં આવે છે. ભાવકર્મના કારણે કાર્મણ વર્ગણાઓ જ્યારે જીવની સાથે બંધાય જાય છે તે 'દ્રવ્યકર્મ' કહેવામાં આવે છે. (૫) દ્રવ્યકર્મ જ જીવને સમય થતાં ફળ આપે છે.
(૬) જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે. પરંતુ આ સંબંધનો અંત કરી શકાય છે. કારણ કે આ સંબંધ બે ભિન્ન દ્રવ્યોનો છે.
દૃષ્ટાંત દ્રવ્યાનુયોગ ભાગ-૩, પૃ. ૧૪૬૪ પર દૃષ્ટવ્ય છે.
Jain Education International
29
For Private & Personal Use Only
www.jainelibrary.org