________________
પછી તેને પૂર્વ-જન્મની સ્મૃતિ કેમ રહેતી નથી. સ્મૃતિના અભાવમાં પુનર્જન્મને શેના આધાર પર માની શકાય ? પરંતુ આ તર્ક યોગ્ય નથી, કારણકે અમે હંમેશા જોઈએ છીએ કે અમને પોતાને વર્તમાન જીવનની અનેક ઘટનાઓની સ્મૃતિ નથી રહેતી. જો આપણે વર્તમાન જીવનના વિસ્તૃત ભાગનો અસ્વીકાર નહીં કરીએ તો પછી કેવળ સ્મરણના અભાવમાં પૂર્વ-જન્મોને કેવી રીતે અસ્વીકાર કરી શકીએ છીએ વાસ્તવમાં આપણા જીવનની અનેક ઘટનાઓ અચેતન સ્તરપર રહે છે. તેવી જ રીતે પૂર્વ-જન્મોની ઘટનાઓ પણ અચેતન સ્તર પર બની રહે છે અને વિશિષ્ટ અવસરો ૫૨ ચેતનાના સ્તર પર પણ વ્યક્ત થઈ જાય છે. એ પણ તર્ક આપવામાં આવે છે કે અમને પોતાના જે કૃત્યોની સ્મૃતિ નથી તો શા માટે અમે તેના પ્રતિકૂળને ભોગવીએ ? પરંતુ આ તર્ક યોગ્ય નથી. એનાથી શો ફરક પડે છે કે અમને પોતાના કર્મોની સ્મૃતિ છે કે નહીં ? અમે જે કર્યું છે તો તેનુ ફળ ભોગવવાનું જ છે. જો કોઈ વ્યક્તિ એટલું બધુ મદ્યપાન કરી લે કે તેને પોતાના કરેલ મદ્યપાનની સ્મૃતિ પણ ન રહે, તો શું તે તેના નશાથી બચી શકે છે? જે કર્યું છે તેનો ભોગ અનિવાર્ય છે, ચાહે તેની સ્મૃતિ છે કે નથી ??
જૈન ચિંતકોએ એટલા માટે જ કર્મ સિદ્ધાન્તની સ્વીકૃતિની સાથે-સાથે આત્માની અમરતા અને પુનર્જન્મના સિદ્ધાન્તનો સ્વીકાર કરેલ છે. જૈન વિચારક સ્વીકાર કરે છે કે પ્રાણીઓમાં ક્ષમતા અને અવસરોની સુવિધા આદિનો જે જન્મના નૈસર્ગિક વૈષમ્ય છે તેનું કારણ પ્રાણીના પોતાના જ પૂર્વ - જન્મોના કૃત્ય છે. સંક્ષેપમાં વંશાનુગત અને નૈસર્ગિક વૈષમ્ય પૂર્વ-જન્મોના શુભાશુભ કૃત્યોનું ફળ છે. એજ નહી પરંતુ અનુકૂળ અને પ્રતિકૂળ પરિવેશની ઉપલબ્ધિ પણ શુભાશુભ કૃત્યોનું ફળ છે. સ્થાનાંગસૂત્રમાં ભૂત, વર્તમાન અને ભાવી જન્મોમાં શુભાશુભ કર્મોના ફળ સંબંધની દૃષ્ટિથી આઠ વિકલ્પ માનવમાં આવે છે.
વર્તમાન જન્મના અશુભ કર્મ વર્તમાન જન્મમાં જ ફળ આપે. વર્તમાન જન્મના અશુભ કર્મ ભાવી જન્મોમાં ફળ આપે. ભૂતકાલીન જન્મોના અશુભ કર્મ વર્તમાન જન્મમાં ફળ આપે. ભૂતકાલીન જન્મોના અશુભ કર્મ ભાવી જન્મોમાં ફળ આપે. વર્તમાન જન્મના શુભ કર્મ વર્તમાન જન્મમાં ફળ આપે. વર્તમાન જન્મના શુભ કર્મ ભાવી જન્મોમાં ફળ આપે.
૧.
૨.
૩.
૪.
૫.
ૐ.
૭. ભૂતકાલીન જન્મોના શુભ કર્મ વર્તમાન જન્મમાં ફળ આપે.
૮.
ભૂતકાલીન જન્મોના શુભ કર્મ ભાવી જન્મોમાં ફળ આપે.૨
આ પ્રમાણે જૈન દર્શનમાં વર્તમાન જીવનનો સંબંધ ભૂતકાલીન અને ભાવી જન્મોથી મનાય છે. જૈન દર્શન અનુસાર ચાર પ્રકારની યોની છે- ૧. દેવ (સ્વર્ગીય જીવન), ૨. મનુષ્ય, ૩. તિર્યંચ (વનસ્પતિ અને પશુજીવન) અને ૪. નારક (નારકીય જીવન) પ્રાણી પોતાના શુભાશુભ કર્મોના અનુસાર આ યોનિઓમાં જન્મ લે છે. જો તે શુભકર્મ કરે છે તો દેવ અને મનુષ્યના રૂપમાં જન્મ લે છે અને અશુભ કર્મ કરે છે તો પશુગતિ કે નારક ગતિ પ્રાપ્ત કરે છે. મનુષ્ય મરીને પશુ પણ થઈ શકે છે અને દેવ પણ થઈ શકે છે. પ્રાણી ભાવી જીવનમાં શું થશે તે તેના વર્તમાન જીવનના આચરણ પર નિર્ભર કરે છે.
ધર્મદ્રવ્ય :
ધર્મ દ્રવ્યની ચર્ચાના પ્રસંગમાં સર્વ પ્રથમ અમારે એ સ્પષ્ટ રૂપમાં જાણી લેવું જોઈએ કે અહીં "ધર્મ" શબ્દનો અર્થ તે નથી જેને સામાન્યથી ગ્રહણ કરાય છે. અહીં ધર્મ” શબ્દ સ્વભાવનો વાચક નથી. નથી કર્તવ્યનો અને નથી સાધના કે ઉપાસનાના વિશેષ પ્રકારનો, પરંતુ તેને જીવ કે પુદ્દગલની ગતિના સહાયક તત્ત્વના રૂપમાં સ્વીકાર કરેલ છે. જે જીવ અને પુદ્દગલની ગતિના માધ્યમનું કાર્ય કરે છે. તેને ધર્મ દ્રવ્ય કહેવામાં આવે છે. જે પ્રમાણે માછલીની ગતિ જલના માધ્યમથી જ સંભવ હોય છે અથવા જેમ વિદ્યુતધારા તેનો ચાલક દ્રવ્ય તાર આદિના માધ્યમથી જ પ્રવાહિત થાય છે, તેજ પ્રમાણે જીવ અને પુદ્દગલ વિશ્વમાં પ્રસારિત ધર્મ દ્રવ્યના માધ્યમથી જ ગતિ કરે છે. લોકમાં
૨. સ્થાનાંગસૂત્ર, ૮૪૨.
૧. જૈન સાઈકોલોજી, પૃ. ૧૭૫. ૩. તત્ત્વાર્થસૂત્ર, ૮/૧૧,
Jain Education International
-
For Private
Personal Use Only
www.jainelibrary.org