________________
છતાં પણ ધાર્મિક ક્ષેત્રમાં વિકસિત કેટલાક આચાર દર્શનોએ કર્મ સિદ્ધાન્તનો સ્વીકાર કરવા છતાં પણ પુનર્જન્મનો સ્વીકાર કરતા નથી. કટ્ટર પાશ્ચાત્ય નિરીશ્વરવાદી દાર્શનિક નિશૈએ કર્મ-શક્તિ અને પુનર્જન્મ પર જે વિચાર વ્યક્ત કરેલ છે તે ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. તે લખે છે કે : 'કર્મ શક્તિનું જે હંમેશા રૂપાન્તર થયા કરે છે તે મર્યાદિત છે. તથા કાળ અનંત છે. એટલા માટે કહેવાય છે કે જે નામરૂપ એકવાર થઈ ગયેલ છે તે જ પછી આગળ યથાપૂર્વ ક્યારેક ને ક્યારેક અવશ્ય ઉત્પન્ન થાય જ છે.'
ઈસાઈ અને ઈસ્લામ આચાર દર્શન એવું માને છે કે વ્યક્તિ પોતાના નૈતિક શુભાશુભ કૃત્યોનું ફળ અનિવાર્ય રૂપથી પ્રાપ્ત કરે છે અને જો તે પોતાના કૃત્યોના ફળોને આ જીવનમાં પૂર્ણતઃ ભોગવી શકતા નથી તો મરણ પછી તેનું ફળ ભોગવે છે, પરંતુ છતાં પણ તે પુનર્જન્મનો સ્વીકાર કરતાં નથી. તેની માન્યતાના અનુસાર વ્યક્તિને સૃષ્ટિના અંતમાં પોતાના કૃત્યોની શુભાશુભતાના આધાર હંમેશાના માટે સ્વર્ગમાં અથવા કોઈ નિશ્ચિત સમયના માટે નરકમાં મોકલી આપે છે, ત્યાં વ્યક્તિ પોતાના કૃત્યોનું ફળ ભોગવે છે. આ પ્રમાણે તે કર્મસિદ્ધાંતને માનવા છતાં પણ પુનર્જન્મનો સ્વીકાર કરતાં નથી.
જે વિચારણાઓ કર્મ સિદ્ધાન્તને સ્વીકાર કરવા છતાં પણ પુનર્જન્મને માનતી નથી, તે આ પ્રમાણેની વ્યાખ્યા કરવામાં સમર્થ થતા નથી કે વર્તમાન જીવનમાં જે નૈસર્ગિક વૈષમ્ય છે તેનું કારણ શું છે? કેટલાકે પ્રાણી સંપન્ન અને પ્રતિષ્ઠિત કુળમાં જન્મ લે છે અને કેટલાક જન્મથીજ એન્દ્રિક અને બૌદ્ધિક ક્ષમતાથી યુક્ત હોય છે. તેમજ કેટલાક બીજા દરિદ્ર અને હીનકુળમાં જન્મ લે છે અને જન્મથી જ હીનેન્દ્રિય અને બૌદ્ધિક દૃષ્ટિથી પછાત હોય છે. કેટલાક પ્રાણીને મનુષ્ય શરીર મળે છે અને કેટલાકને પશુ શરીર મળે છે? જો તેનું કારણ ઈશ્વરેચ્છા પર નિર્ભર છે તો ઈશ્વર અન્યાયી સિદ્ધ થાય છે. બીજી વ્યક્તિને પોતાની અક્ષમતાઓ અને તેના કારણે ઉત્પન્ન અનૈતિક કૃત્યોના માટે ઉત્તરદાયી માની શકાતા નથી. ખાનાબદોશ જાતિઓમાં જન્મ લેનાર બાળક સંસ્કારવશ જે અનૈતિક આચરણનો માર્ગ અપનાવે છે તેનું ઉત્તરદાયિત્વ કોના પર થશે ? વૈયક્તિક વિભિન્નતાઓનું પરિણામ ઈશ્વરેચ્છા નથી. પરંતુ વ્યક્તિના પોતાના કૃત્યોનું પરિણામ છે. વર્તમાન જીવનમાં જે પણ ક્ષમતા અને અવસરોની સુવિધા તેને ઉપલબ્ધ નથી અને જેના ફળસ્વરૂપ તેને નૈિતિક વિકાસનો અવસર પ્રાપ્ત થતો નથી. તેનું કારણ પણ તે સ્વયં જ છે અને ઉત્તરદાયિત્વ પણ તેના ઉપર જ છે.
નૈતિક વિકાસ માત્ર એક જન્મની સાધનાનું પરિણામ નથી, પરંતુ તેના પાછળના જન્મ-જન્માંતરની સાધના હોય છે. પુનર્જન્મનો સિદ્ધાન્ત પ્રાણીને નૈતિક વિકાસ માટે અનન્ત અવસર આપે છે. બ્રેડલે નૈતિક પૂર્ણતાની ઉપલબ્ધિને અનન્ત પ્રક્રિયા માને છે. જો નૈતિકતા આત્મપૂર્ણતા અને આત્મ સાક્ષાત્કારની દિશામાં જ પ્રવૃત્તિમય છે તો પછી પુનર્જન્મ વગર જ આ વિકાસની દિશામાં આગળ કેવી રીતે વધી શકે છે? ગીતામાં પણ નૈતિક પૂર્ણતાની ઉપલબ્ધિના માટે અનેક જન્મોની સાધના આવશ્યક માને છે.' ડૉ. ટાટિયા પણ લખે છે કે જો આધ્યાત્મિક પૂર્ણતા (મુક્તિ) એક સત્ય છે. તો તેના સાક્ષાત્કારના માટે અનેક જન્મ આવશ્યક છે.”
તેની સાથે જ આત્માના બંધનની વ્યાખ્યા માટે પુનર્જન્મની ધારણાનો સ્વીકાર કરવો પડશે, કારણકે વર્તમાન બંધનની અવસ્થાનું કારણ ભૂતકાળના જીવનમાં જ ગોતી શકાય છે.
જે દર્શન પુનર્જન્મનો સ્વીકાર કરતા નથી, તે વ્યક્તિની સાથે સાચો ન્યાય કરતા નથી અપરાધના માટે દંડ આવશ્યક છે. તે માટે એનો અર્થ એવો નથી કે વિકાસનો કે સુધારનો અવસર જ સમાપ્ત કરી દેવો. જૈન દર્શન પુનર્જન્મના સિદ્ધાન્તને સ્વીકાર કરીને વ્યક્તિને નૈતિક વિકાસનો અવસર આપે છે. તથા પોતાને એક પ્રગતિશીલ દર્શન સિદ્ધ કરે છે. પુનર્જન્મની ધારણા દંડના સુધારવાદી સિદ્ધાન્તનું સમર્થન કરે છે, જ્યારે પુનર્જન્મને ન માનનારી નૈતિક વિચારણાઓ દંડનો બદલો લેવાના સિદ્ધાન્તનું સમર્થન કરે છે, જો કે વર્તમાન યુગમાં એક પરંપરાગત છે પરંતુ તે અનુચિત ધારણા છે.
પુનર્જન્મના વિરુદ્ધ એ પણ તક આપવામાં આવે છે કે જો તેજ આત્મા (ચેતના) પુનર્જન્મ ગ્રહણ કરે છે તો
૧. ગીતા રહસ્ય, પૃ. ૨૬૮ ૩. ગીતા, ૬૪પ
૨. એથિકલ સ્ટડીજ, પૃ. ૩૧૩. ૪. સ્ટડીજ ઈન જૈન ફિલૉસોફી, પૃ. ૨૨૧
29.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org