________________
પુદગલ :
પુદગલને પણ અસ્તિકાય દ્રવ્ય માને છે. તે મૂર્ત અને અચેતન દ્રવ્ય છે. પુદગલનું લક્ષણ શબ્દ, વર્ણ, ગંધ સ્પર્શ આદિ મનાય છે. જૈન આચાર્યોએ હલકાપણું, ભારીપણુ, પ્રકાશ, અંધકાર, છાયો, તડકો આદિને પણ પુદ્ગલનું લક્ષણ માને છે. જ્યાં ધર્મ, અધર્મ અને આકાશને એક દ્રવ્ય માને છે ત્યારે પુદ્ગલ અનેક દ્રવ્ય છે. જૈન આચાર્યોએ પ્રત્યેક પરમાણુને એક સ્વતંત્ર દ્રવ્ય માને છે. માટે પુદ્ગલ દ્રવ્ય સમસ્ત દશ્ય જગતનું મૂળભૂત ઘટક છે.
આ દશ્ય જગત પુદ્ગલ દ્રવ્યના જ વિભિન્ન સંયોગોનો વિસ્તાર છે. અનેક મુદ્દગલ પરમાણુ મળીને સ્કંધની રચના કરે છે અને આ જ સ્કંધોથી જ મળીને દૃશ્ય જગતની બધી વસ્તુઓ નિર્મિત થાય છે. નવીન સ્કંધોના નિર્માણ અને પૂર્વ નિર્મિત સ્કંધોનું સંગઠન અને વિઘટનની પ્રક્રિયાના માધ્યમથી જ દૃશ્ય જગતમાં પરિવર્તન ઘટિત થાય છે અને વિભિન્ન વસ્તુઓ અને પદાર્થ અસ્તિત્વમાં આવે છે.
જૈન આચાર્યોએ પુદ્ગલનો સ્કંધ અને પરમાણુ આ બે રૂપોમાં વિવેચન કરેલ છે. વિભિન્ન પરમાણુઓના સંયોગથી જ સ્કંધ બને છે. છતાં પણ એટલું સ્પષ્ટ છે કે પુદ્ગલ દ્રવ્યનું અંતિમ ઘટક તો પરમાણુ જ છે. પ્રત્યેક પરમાણુમાં સ્વભાવથી એક રસ, એક રૂપ, એક ગંધ અને શીત-ઉષ્ણ કે સ્નિગ્ધ-રૂક્ષમાંથી કોઈ બે સ્પર્શ મળે છે.
જૈન આગમોમાં વર્ણ પાંચ છે - લાલ, પીળો, લીલો, સફેદ અને કાળો. ગંધ બે છે : સુગંધ અને દુર્ગધ; રસ પાંચ છે - તીખો, કડવો, કસાયેલો, ખાટો અને મીઠો. આ પ્રમાણે સ્પર્શ આઠ માને છે- શીત અને ગરમ, સ્નિગ્ધ અને રૂક્ષ, મૃદુ અને કર્કશ તથા હલકો અને ભારે. જાણેલ છે કે પરમાણુઓમાં મૂદુ, કર્કશ, હલ્કો અને ભારી આ ચાર સ્પર્શ હોતા નથી. આ ચાર સ્પર્શ ત્યારે જ સંભવ હોય શકે કે જ્યારે પરમાણુઓથી કંધોની રચના થાય છે. ત્યારે તેમાં મૃદુ, કઠોર, હલકો, ભારે, ગુણ પણ પ્રકટ થઈ જાય છે. પરમાણુ એક પ્રદેશી હોય છે. જ્યારે સ્કંધમાં બે કે બેથી અધિક અસંખ્ય પ્રદેશી પણ હોય શકે છે. સ્કંધ, સ્કંધ-દેશ, સ્કંધ-પ્રદેશ અને પરમાણુ આ ચાર પુદ્ગલ દ્રવ્યના વિભાગ છે. આમાં પરમાણુ નિરવયવ છે. આગમોમાં તેને આદિ, મધ્ય અને અંતથી રહિત બતાવેલ છે. જ્યારે સ્કંધમાં આદિ અને અંત હોય છે. ત્યાં કેવળ ભૌતિક વસ્તુઓ જ નથી પરંતુ શરીર, ઈન્દ્રિય અને મન પણ કંધોનો જ ખેલ હોય છે. સ્કંધોના પ્રકાર -
જૈન દર્શન સ્કંધના નીચે પ્રમાણે છે પ્રકાર માને છે. (૧) સ્થલ-સ્થલ : આ વર્ગની અંદર વિશ્વનાં સમસ્ત ઠોસ પદાર્થ આવે છે. આ વર્ગનાં સ્કંધોની વિશેષતા એ
છે કે તે છિન્ન-ભિન્ન થવાથી મળવામાં અસમર્થ હોય છે, જેમકે- પત્થર. (૨) સ્કૂલ : જે સ્કંધ છિન્ન-ભિન્ન થઈને સ્વયં આપસમાં મળી જાય છે તે સ્થૂલ સ્કંધ કહેવાય છે. આના અંતર્ગત
વિશ્વના તરલ દ્રવ્ય આવે છે, જેમકે- પાણી, તેલ આદિ. (૩) સ્કૂલ-સૂક્ષ્મ : જે પુદ્ગલ સ્કંધ છિન્ન-ભિન્ન કરી શકાતા નથી, અથવા જેનું ગ્રહણ કે લઈ જવું, લાવવું
સંભવ નથી. પરંતુ જે ચક્ષુ ઈન્દ્રિયના અનુભૂતિનો વિષય હોય તે સ્થૂલ-સૂક્ષ્મ કે બાદર-સૂક્ષ્મ કહેવાય છે, જેમકે- પ્રકાશ, છાયા, અંધકાર આદિ. સૂક્ષ્મ-સ્કૂલ : જે વિષય દેખાતો નથી પરંતુ જે અમારી ઈન્દ્રિય અનુભૂતિનો વિષય બને છે, જેમકે- સુગંધ, શબ્દ આદિ. આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિથી વિદ્યુતધારાનો પ્રવાહ અને અદશ્ય પરંતુ અનુભૂત ગૅસ પણ આ વર્ગની અંતર્ગત આવે છે. જૈન આચાર્યોએ ધ્વનિ તરંગ આદિને પણ આ વર્ગની અંતર્ગત માનેલ છે. વર્તમાન યુગમાં ઈલેકટ્રોનિક માધ્યમો દ્વારા જે ચિત્ર આદિનું સંપ્રેષણ કરાય છે તેને પણ અમે આ વર્ગની અંતર્ગત
રાખી શકીએ છીએ. (૫) સૂક્ષ્મ : જે સ્કંધ કે પુદ્ગલ ઈન્દ્રિયના માધ્યમથી ગ્રહણ કરી શકતા નથી તે આ વર્ગની અંતર્ગત આવે
છે. જૈન આચાર્યોએ કર્મવર્ગણા, મનોવર્ગણા જે-જે જીવોના બંધનનું કારણ છે તેને આ વર્ગમાં માને છે. (૬) અતિ સૂક્ષ્મ : હયણુક આદિ અત્યંત નાના-સ્કંધ અતિ સૂક્ષ્મ માને છે.
૧.
પુદ્ગલ દ્રવ્યની વિસ્તૃત વિવેચના હેતુ જુવો : Concept of Matter in Jain Philosophy - Dr. J.C. Sikadar, P.V. Research Institute, Varansi.
32
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org