________________
પૂ. મહા પાધ્યાય શ્રી યશવિજય મહારાજે “ગાતા સંતરામ” અર્થાત્ અંતરામદશાને પામેલ સાધક ધ્યાન-યોગનો અધિકારી છે, એમ ફરમાવ્યું છે.
ધ્યાન-યોગના માર્ગે ડગ માંડવા ઇચ્છનારે સર્વ પ્રથમ ધ્યાતા, ધયેય અને ધ્યાનનું વાસ્તવિક સ્વરૂપ સમજવું આવશ્યક છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન આ ત્રણેની શુદ્ધિ એ ત્રિવેણી સંગમ તુલ્ય છે. આ ત્રણેની એકતારૂપ સમાપત્તિ સાધકને પરમ પવિત્ર બનાવે છે. સર્વ દુઃખોને સમૂળ નાશ કરીને પરમસુખ આપે છે. પ્રસ્તુતમાં ધાતા, ધ્યેય અને ધ્યાનના સ્વરૂપને સંક્ષેપમાં વિચાર કરીશું.
બહિરામ દશામાં જીવ પોતાના શરીર સાથે જ તમયતા–એકરૂપતાને અનુભવ કરતો હોય છે, ત્યાં સુધી તે ધ્યાન-યોગવિષયક ગમે તેટલી સમજ ધરાવતું હોય તે પણ તેને ધ્યાન-સાધના લાગુ પડતી નથી. સાધના માત્ર સમજણથી સાધ્ય નથી, સમજ મુજબ ચિત્તની વૃત્તિઓનું શુદ્ધીકરણ અને સ્થિરીકરણ આવશ્યક છે, અને તેના માટે બહિરાત્મભાવ એટલે કે શરીર અને તેને લગતા સર્વ પદગલિક પદાર્થોમાં થતા અહંકાર અને મમકાર ભાવનો ત્યાગ અનિવાર્ય છે આત્મજ્ઞાની મહાપુરુષોએ જેને સ્વયં આદર કર્યો છે અને ઉપદેશ આપ્યો છે તે યમ, નિયમ, પ્રત્યાહાર અને ધારણારૂપ અનુષ્ઠાન એ બહિરાત્મભાવને દૂર કરીને અંતરાત્મભાવને પ્રગટ તેમજ સ્થિર કરવાનાં મુખ્ય સાધન છે.
દેખાતું આ શરીર એ “હું નથી. પણ દેહથી ભિન્ન, દેહ પડવા છતાં નહિ પડનારું પરમાત્મા સદશ જે આ મતત્ત્વ તે જ “હું” છું.” આવી સ્પષ્ટ સમજણ વડે સમગ્ર માત્ર બંધાય છે. ત્યારે જ દયાન-ગની સાધનાની શરૂઆત માટે આવશ્યક યમ-નિયમાદિના પાલનમાં પાકી રુચિ બંધાય છે અને દેહાદિને સ્પર્શતી બાબતમાં સાક્ષી કેળવાય છે.
દા. ત. કસ્તુરી મૃગ પોતાની નાભિમાં રહેલી કસ્તૂરીની સુગંધથી પ્રેરાઈને તે જ્યાં છે, ત્યાં તેની શોધ કરવાને બદલે જંગલમાં દોડ-દોડ કરે છે તે બહિરામ ભાવ છે, થાકીને જ્યારે તે મૃગ કસ્તુરી જ્યાં છે ત્યાં તણાય તે અંતરાત્મભાવ છે અને કસ્તુરીમયતા પામે તે પરમાત્મભાવ છે. આ દૃષ્ટાંત ત્રણે ભાવ અર્થાત્ ત્રણે દશાની સ્પષ્ટતા માટે છે.
બહિરાત્મભાવનો ત્યાગ કરી ને, અંદર વળવું તે અંતરાત્મ વલણ છે. આ વલણ જેમ-જેમ દઢ થાય છે. તેમ-તેમ શરીરને લગતાં કાર્યોમાં રસ નથી રહેતું, પણ સાક્ષી ભાવ રહે છે, તેથી અંતરાત્મભાવ સુદઢ બને છે. શરીરને પહોંચતી સહેજ પણ ઈજા વધુ વેદનાજનક લાગે છે.
જીવાત્મા અને પરમાત્માને સમ્યગૂ યોગ એ અંતરામ દશા છે. આ “અંતરાત્મદશા” એ ધ્યાન-યોગ અને આત્માનુભવ સ્વરૂપ છે જેમ-જેમ અંતરાત્મદશાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org