________________
યાનવિચાર”
ગ્રન્થ પરિચય અનંત જ્ઞાન પ્રકાશના પંજ, કરુણાના મહાસાગર, તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાને સમગ્ર વિશ્વમાં જ્ઞાનપ્રકાશ ફેલાવ્યો છે. ભગવાનના શ્રીમુખે આત્મતત્વ આદિ તત્ત્વનું સ્વરૂપ સાંભળી, ગ્રહણ કરીને પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાએ પોતે સફટિક સદશ નિર્મળ –નિષ્કલંક આત્માને આત્મા વડે આત્મામાં જ અનુભવ કરીને-તે અનુભવ જ્ઞાનને–સાચે માર્ગ, સર્વ મુમુક્ષુ સાધકને ઉપકારક બને તે માટે શાસ્ત્રોમાં અદ્દભુત રીતે ગૂંથીને બતાવ્યા છે તે આજે પણ શ્રી જિનાગોમાં વિદ્યમાન છે; અધિકારને હરતાં પ્રકાશની જેમ ઝળહળે છે. તેનું અધ્યયન-મનન, જ્ઞાની ગુરુની નિશ્રામાં પોતાની પાત્રતા મુજબ કરી, એ માર્ગને જાણી શકાય છે, આરાધી શકાય છે. દેવદુર્લભ આ માનવજન્મની સાર્થકતા આત્માને ઓળખવા અને અનુભવવામાં છે.
આત્માના ત્રણ પ્રકાર પ્રત્યેક શરીરઘારી જીવોમાં ત્રણ પ્રકારનો આત્મા રહેલ છેઃ એક છે બહિરાત્મા”, બીજે છે “અંતરાત્મા” અને ત્રીજે છે “પરમાત્મા.
આમાના આ ત્રણ પ્રકાર એ વાસ્તવમાં આત્માની ત્રણ અવસ્થા છે.
જીવ જ્યાં સુધી દેહાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિવાળો હોય છે, ત્યાં સુધી તે બહિરાત્મા' કહેવાય છે. જીવની આંતરદૃષ્ટિ ઊઘડતાં જ્યારે આત્મામાં જ આત્મબુદ્ધિ થાય છે, ત્યારે તે “અંતરાત્મા" કહેવાય છે અને જીવ જ્યારે પૂર્ણજ્ઞાન અને પૂર્ણાનંદમય પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે, ત્યારે તે “પરમાત્મા” કહેવાય છે
આ “પરમાત્મા’ પ્રચ્છન્નરૂપે સર્વ જીવોમાં રહેલા છે. ગાઢ અજ્ઞાનરૂપ ભસ્મથી આચ્છાદિત તે પરમાત્મ સ્વરૂપનો અનુભવ પ્રબળ ધ્યાન શક્તિ વડે થઈ શકે છે.
પૂર્વોક્ત ત્રણ અવસ્થાઓમાં બહિરાત્મદશા ત્યાજ્ય છે. અંતરાત્મદશા એ ઉપાય સાધનરૂપ છે અને પરમાત્મદશા એ ઉપેય/સાધ્ય સ્વરૂપ છે.
અંતરાત્મદશા વડે બહિરાત્મ દશાનો ત્યાગ કરી પરમાત્મદશાને પ્રાપ્ત કરવી એજ માનવ જીવનને સાર છે. સર્વ શાસ્ત્રને સાર, તાત્પર્યાર્થ પણ એ જ છે.
દયાનાગના અધિકારી કેણુ? ધ્યાતા અંતરાત્મા તે ધ્યાન અને અધિકારી છે. શાસ્ત્રોમાં બતાવેલી સર્વ પ્રકારની ધ્યાનયોગની સાધના પરમાત્મદશાને પ્રાપ્ત કરવા–અનુભવવા માટે જ છે. પણ ધ્યાનગની સાધનાએ તેને સાચા અધિકારી વિના ફળદાયી બનતી નથી. ધ્યાનયોગને સાચો અધિકારી કોણ એ સમજવું જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org