________________
૧૪ ]
દેવદર્શન સ્વીકારે છે. એ વિના વિશિષ્ટમાર્ગની પ્રાપ્તિરૂપી ઈષ્ટસિદ્ધિ વિશેષ કરીને આદિજામિકે—ધર્મમાં નવા જોડાનારાઓને થતી નથી. આ ન્યાય જેઓ અતિ મુગ્ધ છે અને કેએક વિશિષ્ટ દેવતાને જાણવા માટે હજુ અગ્ય છે તેવા આત્માઓને ધર્મમાર્ગમાં પ્રવર્તાવવા માટે ઉપગી છે, પરંતુ બીજાઓ માટેનહિ.
[ ૧૩ માપાનાથી આગળની નોંધ.]. પણ પતિને આધીન બનાવવાના અતિશય મેહમાં પડેલી તેણીએ તે જડીબુટ્ટી એકવાર પિતાના પતિને ખવડાવી દીધી. તે જડીબુટ્ટીના ભક્ષણથી તેણુને પતિ બળદ તે બની ગયું અને એથી તેણુને આધીન પણ બની ગયે, પણ બળદ બનેલા પતિની આધીનતાથી લાભ શે? પછી તે તેણું ઘણું મુંઝાઈ અને ઘણે શોક કરવા લાગી, પણ બળદરૂપ બનાવેલા પતિને પુન: મનુષ્ય રૂપ બનાવવાને તેણીને કોઈ જ ઉપાય પ્રાપ્ત થયો નહિ, એટલે તે બળદને રોજ ચારો ચરાવવાને માટે લઈ જવા લાગી. આ રીતિએ કેટલેક કાળ નિર્ગમન થઈ ગયા બાદ એક વાર એવું બન્યું કે તેણે એક વડ વૃક્ષની નીચે બેસીને જ્યારે પિતાના બળદ બનેલા પતિને ચારે ચરાવતી હતી, તે વખતે તેજ વડ વૃક્ષની ઉપર એક વિદ્યાધર અને તેની પત્ની આરામ લેવા સાથે વાર્તાલાપ કરવામાં મગ્ન બન્યા હતાં. પ્રસંગ પામીને વિદ્યાધરે પિતાની પ્રિયતમાને કહ્યું કે
જે આ જે બળદ ચારે ચરી રહ્યો છે તે ખરેખરે બળદ નથી, પણ જડીબુટ્ટીના પ્રયોગથી બળદ બનાવવામાં આવેલે મનુષ્ય છે!” આ સાંભળીને, વિદ્યાધરની પત્ની કહે છે કે-“ આ બળદ પુનઃ મનુષ્યપણાને પામી શકે નહિ?” વિદ્યાધર કહે છે કે જે આને સંજીવની વનસ્પતિ ખવડાવવામાં આવે તે જરૂર આ બળદ મટીને ફરીથી મનુષ્ય બની શકે.' વિદ્યાધરની પત્ની પૂછે છે કે-“પણ એ સંજીવની વનસ્પતિ મળે ક્યાંથી ?” વિદ્યાધર કહે છે કે-“આ વડવૃક્ષથી નીચે જ
[ વધુ નેંધ ૧૫ મા પાનામાં. ]