________________
ઉપસ’હાર
[ ૨૦૯
આનું કારણ શું હશે ? એનું કારણ સ્પષ્ટ છે. જે દેવથી મંદિર અધિષ્ઠિત થયેલ છે, તે દેવ પવિત્ર વ્યક્તિ છે, નિષ્પાપતાની મૂર્ત્તિ છે અને આધ્યાત્મિકતાનું નિવાસસ્થાન છે. એની અસર દેવમંદિર પર અને દેવમંદિરની અસર ચામેર ફેલાય છે. જે દેવ જેટલા પવિત્ર, તે દેવમ ંદિર અને તેની આસપાસના વાતાવરણની તેટલી જ પવિત્ર અસર ઉત્પન્ન થાય છે, એ વાતના કાઈથી પણ ઈન્કાર થઇ શકે તેમ નથી અને એ જ કારણે વીતરાગના મંદિરની આસપાસ જે આધ્યાત્મિકતા અને પાપભીતા નજરે પડે છે, તેટલી ભાગ્યે જ ખીજા કેાઈ દેવના મંદિરની આસપાસ દેખાય છે. તેા પણુ મૂળ દેવની જેટલી પવિત્રતા, ગુણસંપન્નતા કે શક્તિયુક્તતા હાય છે, તેટલી પવિત્રતા ઇત્યાદિ તેની મૂર્તિમાં, મ ંદિરમાં કે ચાતરમ્ પ્રગટ્યા સિવાય રહેતી નથી. જે દેવમૂર્ત્તિ, ધ્રુવમ ંદિર અને ધર્મસ્થાનના પ્રભાવના ઇન્કાર કરે છે, તેઓ દિવસના ભાગમાં સૂર્ય, તેનાં કિરણુ અને તેના પ્રકાશના અસ્તિત્વના ઇન્કાર કરનારા છે, એમ કહીએ તે ખાટું નથી.
સ્થાનને પણ અવશ્ય પ્રભાવ છે. સ્થાનમાં પ્રભાવ તેના અધિષ્ઠાયક–મૂત્તિ આદિ પડે છે અને અધિષ્ઠાયકમાં પ્રભાવ તેની મૂળ વ્યક્તિને પડે છે. પ્રભાવક મૂળ વ્યક્તિની ગેરહાજરીમાં તેના પ્રભાવનેવિસ્તારનાર–કાયમી બનાવનાર તેની મૂર્તિ અને મન્દિર છે અને એટલા જ માટે શ્રી જિનની મૂર્તિની સ્તુતિ કરતાં પ્રતિભાસંપન્ન કવિઓએ ગાયું છે કે–
66
किं कमी किमुत्सवमयी श्रेयोमयी किं किमुज्ञानानन्दमयी किमुन्नतिमयी किं सर्वशोभामयी ।
૧૪