________________
ઉપસંહાર
[ રસ. વર્તમાનકાળે બહુલસંસારી આત્માઓ દેવદર્શનાદિ પવિ.. ત્રતમ ક્રિયાના રહસ્યને ન પામી શકે અથવા તેથી જેવો જોઈએ તે લાભ ન ઉઠાવી શકે તે પણ લઘુકમ, આસન્નભવ્ય, ઉત્તમ આત્માઓ પરમાત્મા શ્રી મહાવીરદેવના ફરમાન મુજબ પંચમ આરાના અંત સુધી તેનાથી અપૂર્વ લાભ. ઉપાર્જન કરવાના જ છે, એ વાતને શાસ્ત્રાનુસારી ભવ્યાત્માઓને નિશ્ચય જ છે.
વસ્તુ, દેવમૂર્તિ એ દેવનું દર્શન કરવા માટે એક પ્રકારનું બિન જ છે. એ દુબિન દ્વારા દેવનું દર્શન થાય છે. કેટલાકે-આત્મદર્શને જેને થયું છે તેને દેવદર્શન કરવાની કાંઈ જરૂર નથી”—એમ કહે છે, પરંતુ તેઓનું એ કથન પ્રલાપ. માત્ર છે. જેમનું આત્મસ્વરૂપ પરિપૂર્ણપણે પ્રગટ થયું છે, તે દેવને જે ઓળખતે નથી, તેમનું દર્શન, સ્મરણ કે ધ્યાન કરવા ક્ષણ-- ભર કુરસદ મેળવતે નથી, તે આત્મા અનંતાનંત કર્મના થર નીચે દબાઈ ગયેલા પોતાના આત્માનું દર્શન કરી શકે, એ કલ્પના જ કેટલી અસત્ય છે? શુદ્ધ સ્વરૂપવાળા બનેલા પરમાત્માનું દર્શન, એ જ પરમાર્થથી આત્મદર્શન કરવાના ઉપાય છે. પરમાત્માને જોયા, જાણ્યા કે ઓળખ્યા વિના–નમ્યા, વાંદ્યા કે પૂજ્યા, વિના આત્મા એાળખાઈ જાય, એ ત્રિકાળમાં પણ સંભવિત નથી. અનંતકાળે આશ્ચર્ય રૂપ તેવો કઈ બનાવ કુદરતના કાનુનમાં બનતું હોય, તેને દષ્ટાન્ત તરીકે ન લેવાય. પરમાત્મદર્શન એ જ આત્મદર્શનને ધેરી માર્ગ છે અને પરમામદર્શન એ પરમાત્માના બિંબના દર્શન વિગેરેથી જ સુસાધ્ય છે. એ ધોરી માર્ગને છોડીને જેઓ છીંડીને માર્ગ શોધે છે, તેઓ