________________
રરર ].
દેવદર્શન સ્વપરના હિત–ઘાતક જ બને છે. શાસ્ત્રમાં એવાઓને પ્રવચનના લોપક અને અષ્ટમુખ તરીકે વર્ણવ્યા છે.
ધાર્મિક ગુણેમાં આગળ વધવા માટે “દેવદર્શન” એ સૌથી પ્રથમ ધર્મસ્થાનક છે. શાસ્ત્રમાં તેને “સુસંવૃતકાંચનરત્નકરંડક પ્રાપ્તિની ઉપમા આપી છે: સુસંવૃત–સર્વથા અનુદુઘાટિત, કાંચન અને રત્નથી ભરેલું ભાજન વિશેષ, તેની પ્રાપ્તિ, તત્સદશ: જેમ કેઈએ કાંચનરત્નને કરંડીયે પ્રાપ્ત કર્યો પણ તદન્તર્ગત કાંચનાદિ વસ્તુ છે એમ તે જાણતો નથી, તો પણ - જ્યારે તે જાણશે ત્યારે તેનું ફળ અવધ્યપણે તેને જ મળ- વાનું છે. જે તે સાચવી રાખશે તો ! તેમ દેવદર્શનાદિ પ્રથમ ધર્મસ્થાનની આરાધના વખતે, આત્મા ભવિષ્યમાં જે ગુણેને અધિકારી થવાનું છે તેને પોતે તે વખતે જાતે - નથી, તે પણ તે ધર્મસ્થાન કાલાંતરે તેને ઉત્તરોત્તર અધિકાધિક ધર્મસામગ્રી પમાડીને સર્વોત્તમ અવસ્થા અપાવનાર
અવશ્ય થાય છે. તેથી તેને “સુસંવૃતઃકાંચનરત્નકરંડકની ‘ઉપમા સર્વથા યેગ્ય છે. દેવદર્શનાદિ દ્વારાએ દેવગુણનું બહુમાન અને પ્રશંસાદિ થાય છે. ગુણબહુમાન અને પ્રશંસાદિ, એ જ ધર્મમાર્ગની અંદર આગળ વધવાનું પ્રથમ પગથયું છે. શાસ્ત્રોમાં ધર્મ અને ગુણ કરતાં પણ ધમી અને ગુણ પ્રત્યેના આદર અને બહુમાનાદિને અપેક્ષાએ મહત્ત્વનાં લેખવામાં આવ્યાં છે, એટલું જ નહિ પણ જેના જીવનમાં ગુણબહુમાનાદિ અને તેને અનુસરતી કિયાદિ નથી, તેના ગુણે આડંબર માત્ર ગણાવ્યા છે. કારણ કે તે અનુબ વિનાનાં અને ક્ષણજીવી નિવડે છે-ડા જ કાળમાં