________________
ર૬ ].
દેવદર્શન ટકાવી શકે છે. દેવદર્શનને વિધિ, એ પાપમાં તરબોળ દુનિયાને છેડે સમય પણ પાપસંસર્ગથી છોડાવે છે અને પક્ષ રીતે પણ સર્વથી શ્રેષ્ઠ અને પૂજ્યતમ એવા શ્રી જિનેશ્વરદેવના સત્સંસર્ગમાં લાવે છે. એ સત્સંસર્ગની અસર “દેવદર્શનાદિ ક્રિયામાં રક્ત રહેનાર આત્મા ઉપર પડે છે જ અને તેથી તે તેવા પ્રકારના પાપમાં પ્રાયઃ ફસાતે નથી કે જેવા પ્રકારનાં પાપોમાં એ સંસર્ગ વિનાના આત્માએ ફસી પડે છે. આ વાત અનુભવથી જ સમજાય તેવી છે. એટલા જ માટે અનુભવી અને જ્ઞાનવૃદ્ધ પુરૂ-શ્રી જિનેશ્વરદેવ અને ગણધરદેએ ઉન્નતિના અથી આત્માઓ માટે ત્રિકાળ શ્રી જિનદર્શન આદિને ભારપૂર્વક ઉપદેશેલ છે. એ ઉપદેશના મર્મને સમજી, યોગ્ય આત્માઓ પોતાના જીવનને તે માગે વાળે–એ જ એક અભિલાષા.
સમાપ્ત