________________
૨૨૪ ]
દેવદર્શન
અનંતકાળથી આ સંસારચક્રમાં નિ:સીમ દુઃખના અનુભવ કરે છે. સુજ્ઞપુરૂષષ સમજી શકે છે કે-જગત ઉપર શ્રી અરિહંતદેવાના મેટામાં મોટા ઉપકાર છે. એ ઉપકારના મહા ભાર તળે સમસ્ત વિશ્વ દખાયેલું છે: પરન્તુ અસાસની વાત છે કે—તેવા પ્રકારની યેાગ્યતા અને સામગ્રીના અભાવે સમસ્ત વિશ્વના એક નાના અંશ પણુ શ્રી અરિહંતદેવના ઉપકારને ઓળખી શકવા ભાગ્યશાળી બની શકતા નથી. જીવને એવી તક એ ઉપકારને આળખવાની તક કવચિત્ જ સાંપડે છે. એ તક મળ્યા પછી પણ પ્રમાથી અને અજ્ઞાનથી. એને જતી કરનારા ઘણા છે. એ કારણે, લેાકેાત્તર ઉપકારી શ્રી અરિહંતદેવને ઓળખવા અને પૂજવા માટે, પ્રાથમિક અને સાથી વધુ અગત્યનું સાધન જે દેવદર્શન’ છે, તેને પુણ્યશાળી આત્માઓએ જતું કરવું જોઇએ નહિ. કમથી કમ આ સાધનને તા નિરંતર સેવવું જોઇએ. વહેલા કે મેાડા, એથી જ શ્રી જિનેશ્વરદેવની ઓળખાણુ થવાની છે, એમના ઉપકારના ખ્યાલ આવવાના છે અને એમની આજ્ઞાના આરાધન માટે ભાવાલ્લાસ જાગવાના છે : એટલું જ નહિ, પણ સમસ્ત જગતના પૂજ્યતમની પૂજાના વ્યતિક્રમથી ઉપાર્જન થતા ભારે કર્મસમૂહથી, એના વિના છૂટકારા થવા નથી.
શાસ્ત્રમાં પૂજ્યની પૂજાના વ્યતિક્રમને માટું પાપ માનેલું છે. દુનિયામાં પણ ઉત્તમ અને અગ્રપદ ધરાવતા મનુષ્યને તેને ચેાગ્ય સન્માનાદિ કરવામાં ન આવે તેા અપરાધ ગણાય છે, તેમ ત્રણ જગતમાં ઉત્તમ, સર્વ પ્રાણિગણના નેતા, સમસ્ત વિશ્વને મેહરૂપી કૃપના ગહન ગર્તામાંથી ઉગારનાર, દુર્ગતિના