________________
ઉપસંહાર
[ રર૩ નાશ પામનારાં થાય છે. ગુણ પ્રત્યે અનુરાગ, એ જ
જીવને મુક્તિમાર્ગમાં આગળ વધારનારે થાય છે. દેવદર્શનની નિયમિત ક્રિયાથી એ અનુરાગ કેળવાય છે–દઢ થાય છે, એટલા માટે શાસ્ત્રકારોએ “દેવદર્શનને ઠેર ઠેર “પાપવિલ્વેસક” તરીકે ઓળખાવેલ છે. “ ના તુરિતāલi' “ને જિનેન્દ્રાળાં, તિતિ નિરંપા 'જિનેન્દ્રો અને તેમનાં બિબના દર્શનથી દુરિતનો ધ્વંસ થાય છે. છિદ્રવાળા હસ્તની અંદર જેમ ચિરકાલ પર્યન્ત જ ટકી શકતું નથી, તેમ દેવદર્શનાદિથી પાપ ચિરકાલ પર્યન્ત ટકી શકતું નથી, વિગેરે વિગેરે. કવિઓ તેને ભિન્ન ભિન્ન પ્રકારની ઉપમાઓ આપીને ઘટાવે છે. મયૂરના દર્શનથી ચન્દનવૃક્ષને વીંટાયેલા સર્વે જેમ વૃક્ષોનાં બન્ધનેને છેડીને નાસી છૂટે છે, તેમ શ્રી જિનમૂર્તિના દર્શનથી આત્મવૃક્ષને વીંટાયેલા પાપ રૂપી સર્પો પણ બન્ધનમાંથી ઢીલા પડી, શીર્ણવિશિણું થઈ જાય છે. ક્ષેત્રમાં ઉભા કરેલા ચાડીયાના દર્શનથી જેમ પક્ષીઓ નાશ ભાગ કરે છે, તેમ દેવની આકૃતિના દર્શન માત્રથી કર્મરૂપી શકુનિઓ નજદિક આવવાની પણ હામ ભીડી શકતા નથી. દર્શન, સ્પર્શન અને આલિંગનાદિથી જેમ કામિની, કામી પુરૂષના શમરૂપી જીવિતવ્યને હણી નાંખે છે. તેમ દર્શન, સ્પર્શન અને વિલેપનાદિ પૂજોપચારથી શ્રી જિનમૂર્સિ, વિશુદ્ધ શ્રદ્ધા અને ભક્તિમાન પુણ્યાત્માઓના પાપ રૂપી પ્રાણનાં મર્મસ્થાને-મિથ્યાત્વાદિને વીંધી નાખે છે.
દેવદર્શનથી શ્રી અરિહંતદેવ ઓળખાય છે. એક શ્રી અરિહંતદેવને નહિ ઓળખવાના કારણે જ, અનન્તાનઃ જીવ