________________
ઉપસંહાર
[ રપ
પ્રપાત સમયે જીને હસ્તાવલંબન રૂપ થનાર, વિશ્વ-વિશ્વોપકારી શ્રી જિનેશ્વરદેવનું તેમને મેગ્ય સન્માનાદિન કરવું, એ પણ મહા અપરાધ છે. શાસ્ત્રોમાં એને મોટું પાપ ગણેલું છે? આદિકર્મોની મિથ્યાત્વમેહની દીર્ઘપ્રકૃતિઓને બંધાવનાર કારમે દુરધ્યવસાય માનેલો છે. એ મેટા પાપથી છૂટવા માટેનું અદ્વિતીય સાધન દેવદર્શન છે, એમ સમજી તેના પ્રત્યે અધિકાધિક આદરવાળા બનવું જોઈએ.
એક વિદ્વાન પુરૂષે કહ્યું છે કે-હજાર ઉપદેશ કરતાં એક યુક્તિની અસર વધી જાય છે, હજાર યુક્તિઓ કરતાં એક આગમ-આપ્તપુરૂષના વચનની અસર વધી જાય છે, હજાર આગમ–આપ્તપુરૂષોનાં વચને કરતાં એક દષ્ટાન્તની અસર વધી જાય છે અને હજાર દષ્ટાન્ત કરતાં પણ એક સંસર્ગની અસર વધી જાય છે. અને વાત પણ સાચી છે-કુસંસર્ગે ચઢી ગયેલા માણસને હજારો સારાં દષ્ટાતે, આગ, યુક્તિઓ કે ઉપદેશ આપે તો પણ તે ફળીભૂત થતાં નથી : તેના ઉપર અસર કરતાં નથી. અથવા ઉપદેશ, યુક્તિ, આગમ કે દષ્ટાન્ત તે હમેશાં માટે ભાગે સારાં જ શીખવવામાં આવે છે, તો પણ દુનિયા સારી કેમ થતી નથી? તેને એક જ ઉત્તર છે કે-સારા ઉપદેશાદિને સાંભળનાર દુનિયા જ્યાં સુધી સારા સંસર્ગમાં રહેતી નથી, ત્યાં સુધી સારા પણ ઉપદેશાદિની વાસ્તવિક અસર તેના ઉપર થતી નથી અને થાયત ટકતી નથી. એથી વિરૂદ્ધ સારા સંસર્ગમાં રહેનાર આત્માને ઉપદેશાદિ તે પ્રમાણમાં પ્રાપ્ત નથી થતાં તે પણ, તે પિતાના જીવનને સન્માર્ગે