________________
ઉપસંહાર
[ રાઃ પરમાત્માની મૂર્તિ, વિચારશીલ પુરૂષને એક આંતરિક આરીસા તરીકેની ગરજ સારે છે. દેવમૂર્તિને જેવાથી દેવનું નિર્મળ ચરિત્ર યાદ આવે છે અને એ ચરિત્રની નિર્મળતા યાદ આવવાથી પિતાના આત્માની મલિનતા પ્રત્યક્ષ માલૂમ પડે છે. દેવ આઠકર્મથી રહિત છે, પિતે આઠકર્મ સહિત છે: દેવ અનન્તજ્ઞાની છે, પોતે અલ્પજ્ઞાની છે: દેવ સકલ જગતને પ્રતિસમયે જાણે અને જુએ છે, પોતે પોતાના દેહને પણ પૂરે જાણી અને જેઈ. શકતો નથી : દેવ અનંત વીર્યયુક્ત છે, પોતે અલ્પ વીર્યવાન છે: દેવ અજર-અમર છે, પોતે જન્મ–જરા-મરણથી બંધાયેલો છે: દેવ સર્વથા મેહરહિત છે, પોતે સર્વ પ્રકારના મેહથી ઘેરાચેલે છે: દેવ અશરીરી, અરૂપી અને અનાહારી છે, પોતે શરીરરૂપી પાંજરામાં પૂરાયેલ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિમાં ફસેલો તથા નિરન્તર આહારાદિની લાલચમાં લપટાયેલે છે : દેવ અનંત, અવ્યાબાધ અને અક્ષય સુખના ભોક્તા છે, પિતે અતિશય અલ્પ, દુ:ખવ્યાપ્ત અને વિનશ્વર સુખમાં આસક્ત છેઅને એ કારણે અનંત આપત્તિઓથી સદા વીંટાયેલો છે.
એ રીતે આત્મસ્વરૂપનું સત્ય ભાન દેવદર્શનથી આપઆપ થવા લાગે છે, આત્મામાં છુપાયેલી અનંત શક્તિઓ લક્ષ્યમાં આવે છે અને એ લક્ષ્ય આવતાંની સાથે નિર્બળતા નાશ પામે છે, ચેતનમાં વીર્ય પ્રગટ થાય છે અને ભવપરંપરાને નાશ કરવા માટે આત્મશક્તિ કુરાયમાન થાય છે. આ વિગેરે અઢળક ફાયદાઓ દેવદર્શનના પ્રતાપે જીવ મેળવી. શકે છે. આત્મદર્શન, ભવપરંપરાને નાશ, અવ્યાબાધ અવસ્થાની પ્રાપ્તિ, તે માટે જરૂરી વીલ્લાસ,એ વિગેરે દેવદર્શનનું