________________
૨૧૮ ]
દેવદર્શન
:
આચરે છે અને પછી તેને છેડી દે છે. કદાચ લૌકિક ફળની સિદ્ધિ ન દેખાય તે તેના પર અશ્રદ્ધા ધારણ કરે છે અને અશ્રદ્ધા થયા પછી ગમે તેટલી ઉચ્ચ ક્રિયા હાય, તેા પણ નિરર્થક થઇ જાય તેમાં નવાઈ નથી. પણ તે બધી રીતેા ખેાટી છે. શાસ્ત્રકારાના આદેશ પ્રમાણે તેા, દેવદર્શનથી માંડી પંચ મહાવ્રતના પાલન સુધીની દરેક ધર્મક્રિયા, સિદ્ધિના અથી આત્માઓએ ફૂલની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેને સતત્ જારી રાખવાની છે તેમાં થતી અવિધિને રાજ ને રાજ દૂર કરવાની છે : વિધિસેવનમાં રહેતી ટિને પૂરી કરવાની છે : શ્રદ્ધા, વીર્ય, સમૃતિ, સમાધિ અને પ્રજ્ઞાપૂર્વક તેને સેવવાની છે. દુન્યવી કાઇ પણ કાર્યની સિદ્ધિ માટે પણ, કાર્યસિદ્ધિ ન થાય ત્યાં સુધી શ્રદ્ધા, વીર્ય અને ઉદ્યમ વિગેરેની આવશ્યકતા રહે છે, તેા પછી આત્મિક અને લેાકેાત્તર કાર્યની સિદ્ધિ માટે મનમાં ફાવે તેમ, ફાવે ત્યારે અને ફાવે તેટલા વખત તેનું સેવન કરવાથી ઇષ્ટસિદ્ધિ થઈ જાય એમ માનવું, એ કેવળ વંચના છે અને છતી સામગ્રીએ ઉત્તમ ફળની પ્રાપ્તિથી વંચિત રહી. જવા ખરાખર છે. સમગ્ર કારણ એકત્ર થયા સિવાય કાઇ પણ કાર્યની સિદ્ધિ જેમ જગતમાં દેખાતી નથી, તેમ દેવદર્શનાદિ દ્વારા પણ જે આત્મનિર્મળતાદિ સાધવાં છે, તે માટેની સઘળી કારણુ–સામગ્રી એકત્ર થવી જોઈએ.
એ કારણુ–સામગ્રીમાં, ધ્યેયની સ્પષ્ટતા, એ પ્રથમ છે. દેવદર્શન, એ આત્મદર્શનનું સાધન છે. દેહને જોવા માટે જેમ માહ્ય આરીસાની જરૂર છે, તેમ આત્મા કેવા છે તે જોવાને માટે, દેવની મૂર્ત્તિ રૂપ આરીસાની જરૂર છે. શ્રી વીતરાગ