________________
૨૪ ]
દેવન ચિન્તામણિરત્નને વિષે પણ તેના ગુણને સમ્યફ પ્રકારે જાણનારો જ, શ્રદ્ધાદિના અતિશયપણુ વડે અવિધિને ત્યાગ. કરી, મહા લ્યાણની સિદ્ધિને સાધનારો બને છે.”
જેમ જેને ચિન્તામણિના ગુણનું જ્ઞાન નથી તે ચિન્તામણિને પ્રાપ્ત કરવા છતાં તેને ભક્તિપૂર્વક સેવી શક્તા નથી અને કલ્યાણનું ભાજન બની શકતો નથી, તેમ શ્રી જિનદેવ-દર્શન એ સ્વભાવથી જ સુંદર ચિન્તામણિકલ્પ અનુપમ વસ્તુ છે તે પણ તેના ગુણનું જેને જ્ઞાન નથી, તે તેને સમ્યમ્ વિધિપૂર્વક સેવી શકતો નથી અને તેની સેવાના યથાર્થ ફળને પણ પામી શક્તો નથી. એ કારણે આ પુસ્તકમાં દેવદર્શન’નું સ્વરૂપ સમજવા માટે અને તેના પરમ ગુણથી પરિચિત થવા માટે જેટલી વિશિષ્ટ વસ્તુઓ જરૂરી છે, તેને સંચય કરવામાં આવ્યો છે. એના વારંવાર પરિશીલન દ્વારા સમ્યગુજ્ઞાતા બની દેવદર્શનાદિ વિધિમાં પ્રવૃત્ત થવાથી આત્માને અપૂર્વ ભાલ્લાસને સાક્ષાત્કાર થયા વિના રહેતું નથી. અનધિકારિપણે હજારો ગ્રન્થોના વાંચનથી, હજારે વ્યાખ્યાનાના શ્રવણથી તથા ધર્મનાં બીજાં હજારે અનુષ્ઠાનના આચરવાથી જે લાભ નથી થતું, તે લાભ યેાગ્ય આત્માઓને દેવદર્શન” જેવી સામાન્ય જણાતી ક્રિયાથી થાય છે, પણ તે માટે તે વિષયના સમ્યગ્ર જ્ઞાતા બનવાની આવશ્યકતા રહે છે.
શ્રી જિનભક્તિને શ્રી જિનશાસનમાં પરમ સમરસની–ઉત્કૃષ્ટ સમતારસની પ્રાપ્તિનું પરમ સાધન કહ્યું છે. એ લેશ માત્ર પણ ખોટું નથી. પરંતુ એને સમ્યગ રીતિએ સમજીને કરવામાં આવે તે જ તે લાભ કરે છે. આથી આત્મા