________________
ઉપસંહાર
[ ૨૧૩ કરે છે. એ બે સિવાયની બીજી જડ વસ્તુઓ, આત્માના ચૈતન્યને હણનારી થાય છે. એ બે વસ્તુઓ જડ હોવા છતાં એના ઉપાસક આત્માની જડતાને ક્ષણવારમાં હરી લે છે. એ કારણે શ્રી જિનાગમમાં શાસ્ત્રોની ઉપાસના ઉપર જેટલો ભાર મૂકવામાં આવ્યો છે, તેટલો જ અને કેઈ અપેક્ષાએ, તેથી પણ વધારે ભાર વિધિપૂર્વક શ્રી જિનચૈત્ય અને શ્રી જિનમૂર્તિઓની ઉપાસના ઉપર મૂક્યો છે. વિધાપૂજાવિશુપ” શ્રી જિનેશ્વરેની ત્રિકાળ પૂજા અને શ્રી જિનેશ્વરની સ્તુતિ, એ શ્રાવકનાં અગત્યમાં અગત્યનાં કર્તવ્યો ગણાવ્યાં છે. એથી આત્માની જે શુદ્ધિ થાય છે, તે એના વિના બીજા હજાર ઉપાયોથી પણ થતી નથી. શ્રી જિનેશ્વરની પૂજા આત્માને વિશ્વના એક સર્વોત્તમ ગુણની સાથે સીધો સંપર્ક સધાવી આપે છે, તેમના વિપુલ ગુણનું જ્ઞાન તથા ભૂઝ કરાવતાં શીખવે છે અને અત્યન્ત નમ્ર બનાવીને આત્માને સદા તેમના ગુણોની અભિમુખવૃત્તિવાળ બનાવે છે.
દેવદર્શન–એ ગુણ અને ગુણનું બહુમાન કરવા દ્વારા ગુણપ્રાપ્તિનો એક ધરી રાજમાર્ગ છે. તે પણ તેની જેવી જોઈએ તેવી સમજણના અભાવે દેવદર્શનાદિ કરનારામાંના પણ ઘણુઓ પિતાની તે ક્રિયાઓના પૂરેપૂરા લાભથી વંચિત રહે, તે તેમાં નવાઈ પામવા જેવું નથી.
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે
'चिन्तामणिरत्नेऽपि सम्यग्ज्ञातगुण एव श्रद्धाद्यतिशयभावतोऽविधिविरहेण महाकल्याणसिद्धिः साधयति ।'