________________
દેવદર્શન
૭૬ ]
નિરમલ તન મને કરી, ઘુણતાં ઇન્દ્ર જગીશ; નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ. જિનવર ભક્તિ વટી એ, પ્રેમે પ્રકાશી; નિસુણી શ્રી ગુરૂ વયણુ સાર, પૂર્વ ઋષિ ભાષી. અષ્ટ કર્મને ટાલવા, જિનમંદિર જઈશું; ભેટી ચરણુ ભગવંતના, હવે નિરમલ થઈશું. ૧૨ કીર્તિવિજય ઉવજ્ઝાયના, વિનય કહે કરોડ; સફલ હાજો મુજ વિનતિ, જિન સેવાનું કેાડ.
૧૦
૧૧
૧૩
ઉપરોક્ત ચૈત્યવન્દનમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે શ્રી જિનેશ્વરદેવ અને તેમના ચૈત્ય આદિનાં દર્શન, સ્તવન, પૂજન આદિની ભક્તિનું ફળ, પૂર્વ મહર્ષિઓએ જે રીતે પ્રકાશ્યું છે, તે રીતે વર્ણવી બતાવ્યું છે. એ જ વાતને પૂર્વાચાર્યે મહર્ષિઓ નીચેના શબ્દોમાં સમર્થન કરે છે.
66
यास्याम्यायतनं जिनस्य लभते ध्यायंश्चतुर्थे फलं, षष्ठं चोत्थित उद्यतोऽष्टममथो गन्तुं प्रवृत्तोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं, मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलं ॥१॥"
હું શ્રી જિનેશ્વર મહારાજના મંદિર પ્રત્યે ગમન કરૂં, એમ મનથી ચિન્તવનાર શ્રદ્ધાલુ ભવ્ય આત્મા ચતુર્થ ભક્ત ( એક ઉપવાસ )નાલને પામે છે, 'જવા માટે ઉઠતા તે છઠે (એ ઉપવાસ )ના લને પામે છે, ચાલવા માટે ઉદ્યમ કરતા અઠ્ઠમ (ત્રણ ઉપવાસ )ના ફળને પામે છે, માર્ગને વિષે ચાલવા માંડેલા દશમ (ચાર ઉપવાસ)ના લને પામે