________________
૧૦૨ ]
દેવદર્શન
કે વિદ્યાને અભ્યાસ કરવાથી વિદ્યાને કાંઈ ઉપકાર થતું નથી, તે પણ મરણ, સેવન અને અભ્યાસ કરનારને વિષ ઉતરવા રૂપ, શીત દૂર થવા રૂપ અને વિદ્યા સિદ્ધ થવા રૂપ ઉપકાર અવશ્ય થાય છે. તેમ શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવાથી તેમને કઈ પણ પ્રકારને ઉપકાર થતું નથી તે પણ પૂજકને શુભ અધ્યવસાયથી અશુભ કર્મની નિર્જરા તથા વિશિષ્ટ પુણ્યના
બંધને લાભ અવશ્ય થાય છે. પ્રશ્ન ભગવાન કૃતકૃત્ય છે. તેમના કોઈ પણ પ્રોજને
બાકી રહ્યાં નથી, તેથી તેમની પૂજા નિરર્થક છે. સમાધાન, ભગવાન સર્વથા કૃતકૃત્ય છે, માટે જ તેઓ
પૂજાને છે. જેઓ કૃતકૃત્ય થયા છે, જેમનાં સર્વ પ્રજને સિદ્ધ થઈ ચૂક્યા છે, તેઓ જ ઉત્કૃષ્ટ ગુણવાન ગણાય છે. એવા ઉત્કૃષ્ટ ગુણવાનની પૂજા
કરવી એ સર્વથા ગ્ય છે. પ્રશ્નર શ્રી જિનપૂજા કરવા કરતાં તેમની આજ્ઞાનું પાલન
કરવું એજ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે – 'वीतराग! सपर्यायास्तवाशा पालनं परम् ।'
હે વિતરાગ ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે.” તે પછી જેઓ સત્ય બોલે છે, નીતિથી ચાલે છે, તપ કરે છે અને બીજા પણ શ્રીજિનેશ્વરદેવેએ કહેલાં સામાયિકાદિ નિરવદ્ય અનુષાને આચરે છે, તેઓને શ્રીજિનપૂજા કરવાની શું જરૂર છે?