________________
૧૭૮]
દેવદર્શન જ્ઞાન દ્વારા જ્યાં સુધી દેવનું યથાર્થ સ્વરૂપ સમજાય નહિ, ત્યાં સુધી જોઈએ તે ભાવ આવે નહિ અને જોઈએ તેવો ભાવ આવે નહિ ત્યાં સુધી ક્રિયાની
શુદ્ધિ અને કમેને ક્ષય થાય નહિ શકા–શુદ્ધ ક્રિયા કરનારા પણ ભાવ વિનાના દેખાય છે.
રોજ વિધિપૂર્વક ત્રિકાળ દેવદર્શન કરવા છતાં તેમના અંતરના પરિણામ સુધરતા નથી અને દેવદર્શન નહિ કરનાર કરતાં પણ તેમના જીવન વધારે અશુદ્ધ દેખાય છે,
તેનું શું? સમાધાન–એમાં કારણ તેમની શુદ્ધ ક્રિયા નથી પણ
અજ્ઞાનતા અને લેભ વિગેરે છે. માયાથી, લેભથી અને અજ્ઞાનથી કરેલી શુદ્ધ ક્રિયા પણ શુભ ભાવનું કારણ બનતી નથી. એટલા માટે શાસ્ત્રકારોએ સર્વ ધર્મક્રિયા નિર્દભ પણે, નિરાશસભા તથા એક મુક્તિની જ કામનાપૂર્વક કરવાનું ફરમાવ્યું છે. પરંતુ જેઓ ભવાભિનંદિતા, કદાગ્રહકે અજ્ઞાનતા આદિના કારણે શાસ્ત્રકારના તે ઉપદેશને અમલ કરતા નથી, તેઓને દેવદર્શનાદિ કરવા છતાં શુભ ભાવની પ્રાપ્તિ ન થાય, એમાં આશ્ચર્ય નથી. ધર્મ ક્રિયાનું સર્વોત્તમ ફલ મેળવવા માટે જેટલી આવશ્યક્તા કિયાશુદ્ધિની છે, તેટલી જ આવશ્યકતા ભાવશુદ્ધિની પણ છે. કોઈ પણ પ્રકારના લૌકિક ફળની આકાંક્ષા વિના કેવળ કર્મક્ષયના ઈરાદે જેઓ ધર્મક્રિયા કરે છે, તેઓને શુભ ભાવની પ્રાપ્તિ થયા સિવાય રહેતી નથી અને શુભ ભાવથી નિયમો