________________
૧૮૪ ]
દેવદર્શન સત્રવૃત્તિ ગણાય છે. કારણ કે તેનું હૃદય તત્વથી પ્રતિકૂળ હેતું નથી. અનાગાદિ કારણે તેની પ્રવૃત્તિ વિરૂદ્ધ થઈ જાય તે પણ હૃદય અવિરૂદ્ધ હેવાથી તે વિરૂદ્ધ પ્રવૃત્તિ પણ મહાકલ્યાણને બાધક થતી નથી. અન્યદર્શનકારેએ એવા આત્માની અનાગ અને અવિધિવાલી પ્રવૃત્તિને પણ “સુતમંડિતપ્રબોધદર્શન અને સુપ્તસમુદ્રતીર્થદર્શન ઈત્યાદિ ઉત્તમ ઉપમાઓ આપીને વખાણી છે. પ્રકૃતિને અધિકાર નિવૃત્ત થયા વિના એવી સ્થિતિ આવતી નથી. એમ કપિલમતવાલા કહે છે. ભવ વિપાક પ્રાપ્ત થયા વિના એ દશા આવતી નથી, એમ સુગત–બુદ્ધ મતવાળા કહે છે. કર્મ સ્થિતિ લઘુ થયા વિના અથવા ભવસ્થિતિને પરિપાક થયા વિના એ દશા પ્રાપ્ત થતી નથી, એમ શ્રી જિનમતના જ્ઞાતાઓ કહે છે. એવા અપુનર્બન્ધક આત્માઓ જ તત્વથી ધર્મના અધિકારી છે અને તેના પ્રત્યે કરેલો ઉપદેશ જ પ્રાય: સફલ થાય છે, એમ શાસ્ત્રકારે ફરમાવે છે.”
1-સૂતેલા માણસને કેઈ આભૂષણદિ વડે અલંકૃત કરે અને પછી તે જાગ્રત થાય ત્યારે પિતાને અલંકૃત થયેલે જોઇને આનંદ અનુભવે છે. તેની જેમ અનાગથી પણ વિચિત્ર ગુણે વડે પિતાને અલંકૃત થયેલે જોઈને સમ્યગ્દર્શનાદિ લાભના કાળે આનંદ અનુભવે છે.
૨-નિદ્રામાં સૂતેલે કોઈ માણસ સમુદ્ર તરી ગયા પછી જાગ્રત થાય ત્યારે જેટલે વિસ્મય પામે તેટલે વિસ્મય સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ વખતે પૂર્વે કરેલી ધર્મક્રિયાઓને જાણીને સમ્યગ્દષ્ટિને થાય છે.