________________
શ્રી જિનભવનમાં તજવા યોગ્ય આશાતનાઓ [ ૧૯ ૭૯–વેપાર-લેવું દેવું વિગેરે કરવું. ૮૦–વૈદું કરવું. ૮૧-પથારી અને ખાટલે ખંખેર. ૮૨-ગુહ્ય ઈન્દ્રિય ઉઘાડવી કે સમારવી. ૮૩–મુક્કાબાજી તથા કૂકડા વિગેરેનું યુદ્ધ કરાવવું. ૮૪-ચોમાસામાં પાણી સંઘરવું, તેથી સ્નાન કરવું અને પીવાને
માટે પાણીનાં માટલાં વિગેરે રાખવાં.
આ ઉત્કૃષ્ટથી ૮૪ આશાતનાઓમાં જઘન્યથી દશ અને મધ્યમથી બેંતાલીસ આશાતનાઓનો એક યા બીજા પ્રકારે સમાવેશ થઈ જાય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ-એમ ત્રણ પ્રકારના વર્ગ મંદ, મધ્યમ અને તીવ્ર બુદ્ધિવાળા અધિકારિએને સમજવા માટે પાડ્યા છે. બાકી જેટલા જેટલા પ્રકારનાં અવિનયવાળાં આચરણો છે, તે બધા આશાતનાઓના પ્રકારો છે અને તેને શ્રી જિનેશ્વરદેવના મંદિરમાં વર્જવાના છે. દર્શન યા પૂજન માટે શ્રી જિનેશ્વરદેવના મંદિરમાં પ્રવેશ કર્યા બાદ ઉપર કહેલી સવે આશાતનાઓ જેમ ટાળવાની છે, તેમ તે ઉપરાંત આજકાલ બીજી પણ અનેક પ્રકારની આશાતનાઓ વધતી જતી દેખાય છે, તેને પણ સમજીને દૂર કરવાની છે. જ્ઞાનાદિ આત્માના ગુણેના લાભ માટે શ્રી જિનમંદિરમાં જવાનું છે. તે સ્થાને જ લાભના બદલે નુકશાન થાય તેવું આચરણ કરવામાં આવે, તો તેવા આત્માઓને તરવાને કેઈ માર્ગ જ રહેતું નથી. જેઓ શ્રી જિનમંદિરે જતાં નથી, તેઓને તો કઈ પણ કાળે પ્રતિબોધ પામ્યા બાદ શ્રી જિનમંદિરે જવાને અને પિતાના આત્માને તારવાને પ્રસંગ