________________
૨૦૦ ]
દેવદર્શન આવી શકશે. પણ જેઓ શ્રી જિનમંદિરે રોજ જાય છે છતાં બેદરકારીથી લાભના બદલે હાનિ ઉઠાવે છે, તેઓને તે ભવિષ્યમાં પણ તરવાને ઈ માર્ગ રહેતું નથી. એ કારણે નિયમિત શ્રી જિનમંદિરે જનારા આત્માઓએ અજાણતાં પણ કઈ આશાતના પિતાથી ન થઈ જાય, તેનો સંપૂર્ણ ખ્યાલ રાખવું જરૂરી છે.
શાસ્ત્રમાં જણાવેલી આશાતનાઓ ઉપરાન્ત આજકાલ બીજી પણ ઘણી આશાતનાઓ વધતી જાય છે, જેમાંની કેટલીકનો માત્ર નામનિર્દેશ અહીં કરીએ છીએઃ૧-“નિસહિ” આદિ કહ્યા વિના અવિધિપૂર્વક શ્રી જિન
મંદિરમાં પ્રવેશ કરે.'
1-અવિધિપૂર્વક શ્રી જિનમન્દિરમાં પ્રવેશ કરે તથા પ્રવેશ કર્યા બાદ ત્રણ પ્રદક્ષિણા, ત્રણ પ્રણામ, ત્રણ દિશાએ જેવાને ત્યાગ તથા પગ મૂકવાની અને બેસવાની ભૂમિને ત્રણ વાર પ્રમાર્જન, ઈત્યાદિ વિધિને નહિ જાળવવી–તે પણ એક પ્રકારની આશાતના જ છે. તેથી તે આશાતનાને વર્જવાના અથ આત્માઓએ શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવાની અને પ્રવેશ કર્યા બાદ દર્શન અને પૂજન આદિ કરવાની સમગ્ર વિધિને સમજી લઈને તેના અમલનો પ્રયત્ન કરવો જોઈએ. એ વિધિને શાસ્ત્રોમાં “દશ ત્રિક અને પાંચ અભિગમ આદિ શબ્દોથી ઓળખાવેલ છે. - દશ ત્રિકનાં નામ અનુક્રમે નીચે મુજબ છે –
૧-ત્રણ નિશીહિઃ ઘર, દહેરાસર અને દ્રવ્યપૂજાસંબંધી વ્યાપારના ત્યાગ માટે અનુક્રમે ત્રણ સ્થાને નિસાહિ કહેવાની છે. પહેલી મુખ્ય દ્વારે પ્રવેશ કરતી વખતે, બીજી મધ્ય દ્વારમાં પ્રવેશતી વખતે અને ત્રીજી ચૈત્યવંદન કરતી વખતે.
[ વધુ નોંધ ૨૧ મા પાનામાં. ]