________________
૨૦૬ ]
દેવદર્શન
૨૨-પૂજા કરવા જતી વખતે પગમાં પાવડી આદિ પહેરવી તથા ઘેરથી સ્નાન કરી પૂજાનાં વસ્ત્રો પહેરી મેાટર ગાડી આદિમાં બેસીને જિનમંદિરે જવુંઅનેત્યાં ફ્રી સ્નાનાદિ કર્યા વિના જ ભગવાનની અંગપૂજાદિ કરવાં.
૨૩–પૂજાનાં વસ્ત્રોમાં ધેાતીયું અને ખેસ ઉપરાંત ગંજીરાક વિગેરે પહેરવું.
૨૪–શ્રી જિનમ ંદિરે સાબુ ચાળીને સ્નાન કરવું તથા વસ્ત્રો ધાવાં. ૨૫–સ્નાન કર્યા બાદ માથામાં તેલ ફુલેલ લગાવવાં અને
માથું ઓળવું.
એ વિગેરે અનેકવિધ આશાતનાએ સ્વયં સમજીલેવા પ્રયાસ કરવા અને તેને ટાળીને શ્રી જિનપૂજાદિ ભક્તિમાં પ્રવૃત્ત થયું. એ રીતે કરેલી પૂજા-ભક્તિ અનંત પુણ્યરાશિને વધારનાર તથા અનત પાપરાશિને ઘટાડનાર થાય છે.
આજકાલ એક મેટી આશાતના શ્રી સિદ્ધગિરિરાજ ઉપર વધતી જાય છે. તેને અટકાવવા અને સ્વયં નહિ સેવવા માટે દરેકે ખાસ લક્ષ્ય રાખવું જોઈ એ. સમસ્ત ગિરિરાજએ મંદિર જેટલેા જ અને કઈ અપેક્ષાએ તેથી પણ અધિક પવિત્ર છે. એવા પવિત્રતમ ગિરિરાજ ઉપર શ્રીજિનમ`દિરમાં વર્જવાયેાગ્ય સર્વ આશાતનાએ વજેવી જોઇએ. તેના બદલે આજકાલ ગિરિરાજ ઉપર વડીનીતિ, લઘુનીતિ આદિ કરવાં : લીંટ, ખળખા થૂંક આદિ નાખવાં : દહીં, દૂધ, ચવાણાં આદિ ખાવાં : એ વિગેરે આશાતનાઓ વધતી જાય છે. તેને ફાઈ પણ પ્રકારે અંધ કરવી જ જોઇએ. કારણ કે—તેથી એકાન્ત પુણ્યહાનિ થાય છે. ગિરિરાજ ઉપરથી નીચે ઉતર્યા બાદ પણ આહારનીહારાદિ કરવા માટે ઓછામાં ઓછાં સે ડગલાં જેટલી ભૂમિને તેા વજેવી જ જોઈએ.