Book Title: Devdarshanadi Dharm Karni
Author(s): Bhadrankarvijay
Publisher: Chimanlal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 202
________________ દેવદર્શન સંબંધી શંકા-સમાધાન | [ ૧૯૧ પણ કિંમત વિનાના છે. અથવા શ્રી જિનમતમાં જેમ સમ્યગ્દર્શનમાં જ્ઞાન અને ચારિત્ર, સમ્યજ્ઞાનમાં દર્શન અને ચારિત્ર તથા સમ્યફ ચારિત્રમાં જ્ઞાન અને દર્શન મળેલાં છે, તેમ જ્ઞાનાધ્યયનમાં દેવદર્શન અને સામાયિક, સામાયિકમાં જ્ઞાનાધ્યયન અને દેવદર્શન તથા દેવદર્શનમાં જ્ઞાનાધ્યયન અને સામાયિક માનેલાં છે. એકને સ્વીકારીને બીજાને નિષેધ કરનાર એકને પણ શુદ્ધરીતિએ સ્વીકારી શકતો નથી. એકલા જ્ઞાનાધ્યયન કે એકલા સામાયિકને પકડી દેવદર્શનને છોડી દેનારાઓ સમ્યજ્ઞાની કે યથાર્થ ચારિત્રી બની શકતા નથી. જ્ઞાન જેમ અજ્ઞાનથી થનારા આશ્રવને રોકનાર છે અને ચારિત્ર જેમ અવિરતિથી થતા આશ્રવને અટકાવે છે, તેમ દેવભક્તિ પણ મિથ્યાત્વથી આવતા ઘોર આશ્રવને અટકાવનારી છે. શ્રી જિનમતમાં અજ્ઞાન અને અવિરતિથી જેમ કર્મને આશ્રવ અને બંધ માને છે, તેમ મિથ્યાત્વથી પણ કમને આશ્રવ અને બંધ માનેલો છે. મિથ્યાત્વના આશ્રવને અટકાવવાનું અને બંધને બંધ કરવાનું કાર્ય એકલા જ્ઞાન કે ચારિત્રથી થતું નથી. કિન્તુ તે માટે દેવભક્તિની પણ પરમ આવશ્યકતા છે. દેવદર્શન” એ દેવભક્તિનું પરમ પ્રધાન અંગ છે. એ વિના દેવને નમન-વંદન-અર્ચન-પૂજનધ્યાનાદિ કાંઈ પણ થઈ શકતું નથી. એ કારણે દીર્ઘદશી જ્ઞાની મહર્ષિઓએ આબાલવૃદ્ધ સર્વને ઉપકારક દેવદર્શનની પવિત્ર કિયા નિરન્તર કરવા માટે અત્યંત ભારપૂર્વક ઉપદેશ આપે છે. જેનાથી બીજું કાંઈ પણ

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238