________________
૧૮૨]
દેવદર્શન સમાધાન કેટલા છે અને કેટલા નથી, એની ચર્ચા કરવા
કરતાં “આપણે કેવા થવું જોઈએ?” એની ચર્ચા, એ જ અત્યંત લાભદાયક છે. જેઓના હૈયામાં વિધિને રાગ અને અવિધિને પશ્ચાત્તાપ બેઠે છે, તેઓની અવિધિવાળી ક્રિયા પણ શાએ નિન્ટી નથી. કિન્તુ પ્રશંસી છે. અવિધિએ કરવા કરતાં ન કરવું, એ સૂત્રવિરૂદ્ધ વચન છે. જ્યારે વિધિથી કરવા માટે અવિધિ થઈ જાય, તે પણ અનુષ્ઠાનને ન છોડવું, એ સૂત્રા
નુસારી કથન છે. શકા–અવિધિવાળાં અનુષ્ઠાન નભાવી લેવાની વૃત્તિથી જ
દિનપ્રતિદિન વિધિમાગને લેપ થતું જાય છે, એમ
નથી લાગતું ? સમાધાન–એ એકાન્ત શાસ્ત્રકારેને માન્ય નથી. આદિ
ધાર્મિકની અશુદ્ધ પ્રવૃત્તિ પણ શુદ્ધ પ્રવૃત્તિનો હેતુ છે. તેથી નૈગમ નયના મતે આદિધાર્મિકની અસ.... વૃત્તિ પણ સમ્પ્રવૃત્તિ જ ગણાય છે. કારણ કે તે સત્મવૃત્તિની બાધક નહિ પણ સાધક જ હોય છે. શરત એટલી જ છે કે તેનું હૃદય તત્ત્વનું વિરેધક નહિ રહેવું
જોઈએ. કિન્તુ અવિરેધક હોવું જોઈએ. શંકા-તત્ત્વનું અવિરોધક હૃદય કેને કહેવાય? સમાધાન–શાસ્ત્રીમાં એવા હદયવાળાને અપુનર્બન્ધક આદિ
શબ્દોથી સંબોધ્યા છે. અપુનર્બન્ધક આત્મા તેને કહેવાય છે કે જે અતિ તીવ્રભાવે પાપને કરતો નથી,