________________
-
-
[ ૧૮૧
દેવદર્શન સંબંધી શંકા સમાધાન
ભાષ્ય વિગેરેમાં આપવામાં આવી છે. શાસ્ત્રોમાં એ સંબંધી ઘણે વિસ્તાર કરવામાં આવ્યો છે. પરંતુ તેને સમજવા અને અમલમાં મૂકવા માટે જેટલે પ્રયાસ થવું જોઈએ, તેને શતાંશ પણ થતો નથી. જે ગુરૂગમદ્વારા અગર આવા પુસ્તકાદિનાં સાધન દ્વારા તેને યથાર્થ સમજવા અને અમલમાં મૂક્વા એગ્ય પ્રયાસ કરવામાં આવે તે ક્રિયા અને ભાવની શુદ્ધિ થયા વિના રહે નહિ અને એ ઉભયની શુદ્ધિ થાય તે
ફલને સાક્ષાત્કાર થયા વિના પણ રહે નહિ. શંકા–દેવદર્શનની શાસ્ત્રોક્તવિધિ શું આજે પળાય છે? સમાધાન–દેવદર્શનની શાસ્ત્રોક્તવિધિ આજે સર્વથા નથી
પળાતી એમ નથી. પરંતુ તેમાં ઘણું સુધારાની આવશ્યક્તા છે. જો કે શાસ્ત્રકારોએ એ આગ્રહ રાખે નથી કે દરેક ભૂમિકાવાળા જ શાસ્ત્રોક્તવિધિ મુજબ પરિપૂર્ણ વર્તન કરી શકે. અથવા શાસ્ત્રોક્તવિધિ મુજબ સંપૂર્ણ વર્તન કરી શકે તેઓ જ દેવદર્શનાદિ કરવાના અધિકારી છે. શાસ્ત્રકારોએ તે માત્ર એ વાત ઉપર ખાસ ભાર મૂક્યો છે કે જેઓ વિધિપૂર્વક અનુષ્ઠાન નથી કરી શક્તા, તેઓએ પણ પ્રયત્ન તે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાને કરે જોઈએ. કિન્તુ પિતાના અવિધિવાળા અનુષ્ઠાનને જ વિધિયુક્ત અનુષ્ઠાન
માનવા કે મનાવવાનો આગ્રહ સેવ જોઈએ નહિ. શકા–તમે કહે છે તેવી રીતે વર્તનારા આજે કેટલા છે?