________________
દેવદર્શન સંબંધી શંકા–સમાધાન
[ ૧૭૯ કર્મને ક્ષય થાય છે અને કર્મક્ષયથી નિયમા સર્વ
કલ્યાણની પ્રાપ્તિ થાય છે. શંકા–આજે તેવા શુદ્ધ ધ્યેયથી ક્રિયા કરનારા ક્યાં છે? સમાધાન–નથી એમ કહેવું છેટું છે. પણ પ્રમાણમાં
ઘણું થોડા છે. તે પણ સમ્યજ્ઞાનને પ્રચાર કરી શુદ્ધ ધ્યેયથી ક્રિયા કરનારાઓની સંખ્યા વધારી શકાય છે. જેમ જેમ નિર્મળ ભાવથી દેવદર્શનાદિ ધર્મકિયા કરનારાઓની સંખ્યા વધતી જશે, તેમ તેમ દેવદર્શનાદિ ધર્મક્રિયાઓને મહિમા દરેકને સ્વાનુભવપ્રતીત થશે. દેવદર્શન-વંદનાદિ ધર્મકિયાઓના પ્રભાવને કલ્પવૃક્ષ, ચિન્તામણિ અને બીજા તેવા ઈચ્છિત ફળને આપનાર પદાર્થોની સાથે પણ સરખાવી શકાય તેમ નથી. કહ્યું છે કે – " कल्पद्रुमः परो मन्त्रः, पुण्यं चिन्तामणिश्च यः । गीयते स नमस्कारस्तथैवाहुरपण्डिताः ॥१॥ कल्पद्रुमो महाभागः, कल्पनागोचरं फलम् । ददाति न च मन्त्रोऽपि, सर्वदुःखविषापहः ॥ २॥ न पुण्यमपवर्गाय, न च चिन्तामणिय॑तः । तत्कथं ते नमस्कार, एभिस्तुल्योऽभिधीयते ॥३॥"
હે ભગવન ! જેઓ આપના નમસ્કારને શ્રેષ્ઠ કલ્પવૃક્ષ, મંત્ર, પુણ્ય કે ચિન્તામણિની સાથે સરખાવે છે, તેઓ પડિત નહિ પણ મૂર્ણ છે. (૧)